સૂર્ય નારાયણ વ્રત કથા | Surya Narayan Vrat Katha In Gujarati
સૂર્ય નારાયણ વ્રત કથા/વાર્તા
સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેશે હતાં. સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો ને ! પૃથ્વીત પ્રદક્ષિણા કરી જીવમાત્રનું પોષણ કર્યું.
એક દિવસ સૂર્યનારાયણની મા કહે કે, ‘બેટા ! હવે માં હું ઘરી થઈ મારાથી કામ બનતું નથી માટે હું જલ્દી લગ્ન કરે તો સારું.’
ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, આ જંગલમાં એક શ્રેણી છે. તેને રન્નાદે નામની દીકરી છે, તે મને પસંદ છે. હું તેની સાથે મારી સગાઈ કરી આવજે.’
બીજા દિવસે સૂર્યનારાયણની મા રન્નાદે માતાની પાસે સૂર્યનારાયણનું માગું લઈ ગયા અને કહ્યું કે, તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો.’
ત્યારે રન્નાદેની માએ કહ્યું ન તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી
મારી દીકરી ભૂખી રહી શકે નહીં. તમારા પુત્ર સાથે મારી ીકરીની સગાઈ નહિ કરું.’
સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે માએ બધી વાત કહી. એ તો નિરાશ બની ગયા. ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા નકર, હું રન્નાદે સાથે જ પરણીશ.
બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યાં ત્યારે તેની માને કહ્યું કે આજે રન્નાદે તાવડી લેવા આવશે, તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ.
શરત મંજૂર હોય તો લઈ જાવ.
બપોરે ઉનાળાનો ધોમ ધખતો તાપ પડ્યો.
ત્યારે રન્નાદે કહે કે, ‘માં ! મને ખૂબ જ તાપ લાગે છે. આપણે શું ખાવા બનાવશું ?” ત્યારે તેની મા કહે કે, ‘દીકરી ! રોટલા ઘડી નાખ ! ઘી-સાકરને રોટલા ખાશું.’
ત્યારે રન્નાદે કહે કે મા ! આપણા પાસે તાવડી તો નથી. ત્યારે તેની માએ કહ્યું કે એમ કર સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ. રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની મા કહે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ.
શરત મંજૂર હોય તો લઈ જા.
રન્નાદે ઘેર પાછી આવી.
તેની માને વાત કરી તો મા કહે કે એમ ક્યાં ફૂટી જવાની છે તું તારે લઈ આવ.
રન્નાદે તાવડી લઈ ઘરે આવતાં હતાં ત્યાં રસ્તામાં બે આખલાં લડતાં હતાં. તેની અડફેટમાં આવતાં તાવડી ફૂટી ગઈ.
રન્નાદેએ માને ઘેર જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા.
સાંજ પડી સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેની માએ કહ્યું ૐ ‘બેટા ! તારી સગાઈ રન્નાદે સાથે કરી.’ ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો.
મા જઈને રન્નાદેની માને કહ્યું કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રન્નાદેના ઘેર જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં પારાથી બધી સગવડો કેવી રીતે થાય ?
ત્યારે સૂર્યનારાયણની મા કહે કે, એ બધી જવાબદરી મારા સૂર્યનારાયણની છે.’
બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા ફરવા નીકળ્યા ત્યારે
રન્નાદેની માનું છાપરું ઊડી ગયું તેની જગ્યાએ સુંદર મહેલ હતો ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઇ ગઇ.
બીજે દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખુબ જુ ધામધૂમથી લગ્ન થયાં. સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને ક આવીને જમે તે પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સૂકાવા લાગ્યું. એક દિવસ તેની મા કહે કે, બેટા !
તારું શીર કેમ સૂકાઈ જાય છે.’ રન્નાદે કહે કે, સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે.’ ત્યારે તેની મા કહે તેમને કહે જે કે સાકરનું પાણી પીને જાય પછી તને જમવામાં કર્યાં. જ વાંધો નહિ.’
બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાવને.
ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, નવખંડ, ધરતીમાં જીવ માત્રને ન જમાડું કરું ત્યાં સુ મારાથી પાણીએ ન પીવાય.’ એમ કી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. રન્નાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતાં હશે !
આજ તો એમની પરીક્ષા કરું તેમણે એક કીધું પકડી દાબડીમાં પૂરી દીધી. સાંજે સૂર્યનારાયણ જમી રહ્યાં ત્યારે કહે કે,‘તમે સર્વે જીવોનું પૂરું કર્યું ?”
ત્યારે સૂર્યનારાયણ કહે કે,‘હ’ ત્યારે રન્નાદે કહે કે,‘ખોટી વાત એમ કહી દાબી ઉથાઈ કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો ઘણો ઘબીમાં પડ્યો હતો.
અને કીડી મોજથી ખાતી રી’ એ જોઈને રન્નાદે વિચારમાં પડી ગયા.
ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી તેથી શાપ આપું છું કે ગમે તેટલું રાંધો તોય પુરુ નહિ થાય.
એમ કહી જમવા બેઠા કે કોળિયો પોતાની માનો રાખ્યો. અને એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જમી ઊભા થઈ ગયા.
બીજે દીવસે પડોશમાં વવાડ ચાલી રન્નાદે પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે લો છો ?
પડોશણે કહ્યું કોઈ મારા છાણા ચોરી જાય છે. સાંજ પડી સૂર્યનારાયણ આવ્યાં ત્યાં રન્નાદે કહે
છે આપણાં પડોશણના છાણા કોણ લઈ જતું છો, સૂર્યનાથા કહે કે થોડા બોલી લે છે એન બહુ બોલીને માથે પડે છે.
બીજે દિવસે પાછો પડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે, દરરોજ શું કામ લડો છો ?
તમારાં છાણાં થોડા બોલી લઇ જાય છે. ત્યારે થોડા બોલી કહે કે તને કોણે કહ્યું ?
રન્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબજ ગાળો દીધી સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે છે, આજ મારે નથી જમવું. આજે ગાળો ખાઇને મારું પેટ ભરાઈ ગયું છે.
ત્યારે રન્નાદેએ સૂર્યનારાયણની માફી માંગી સૂર્યનારાયણી કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરશો.
એક દિવસ સૂર્યનારાયણ કહે કે મા તારું શરીર કેમ સુકાતું જાય છે ?
દીકરા એક કોળિયો ખાઈને રીએ છીએ એટલે શરીર સૂકાઈ જાય છે.
ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરી, મારું વ્રત છ મહિનાનું છે માસ પૂરા થાય એટલે સવાચાર શેર ઘઉંનો લોટ, શેર ઘી અને શેર ગોળ લેવાનો તેનો લાડુ બનાવી મને ધરાવવા. એક લાડુ રમતા બાળકને આપવો બીજો ગાયના ગોવાળને આપવો.
ત્રીજો માળીને આપવો ત્યાર પછી કોઈ અતિથિ કૈ બ્રાહ્મણને જમાડી પોતે જમવો.
આ રીતે મારું વ્રત કરવાનું વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે, રન્નાદે અને સૂર્યનારાયણની મા એ બંનેએ વ્રત કર્યું છ માસ પૂરાં થતાં ઉજવણું કરવાનું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા ?
એટલામાં રામ લક્ષ્મણ ફરતાં ફરતાં આવ્યા.
ડોશીમાએ તેમને જમાડ્યા. હવે તે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય. આમ સૂર્યનારાયણના વ્રતથી લીલાલહેર થઈ.
જય સૂર્યનારાયણ તમારું વ્રત જે કોઈ કરે તેની મહેચ્છા પૂરી કરજો,
જેવા રન્નાદેને ફળ્યા તેવા સર્વેને ફળો.