સંકટ નિવારણ ગાયત્રી વ્રત કથા | Sankat Nivaran Gayatri Vrat Katha In Gujarati

સંકટ નિવારણ ગાયત્રી વ્રતની વિધિ

મા ગાયત્રીનું આ ‘સંકટ નિવારણ ગાયત્રી વ્રત’ મહિનાના ગમે તે દિવસથી લઈ શકાય છે.

આ વ્રત બાર માસમાં ગમે તે મહિનામાં લઈ શકાય છે. વ્રત કરી શકો છે.

આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાનાદિક કાર્યો પતાવી એક બાજોઠ ઉપર પાણી ભરેલો કળશ મૂકી ધૂપ, દીપ આપી સ્થાપન કરવું. અબીલ, ગુલાલ અને ચોખાનો છંટકાવ કરી ગાયત્રી માતાની છબીને ફૂલોનો હાર પહેરાવી ગાયત્રીમંત્ર બોલી વાર્તા સાંભળવાની શરૂઆત કરવી.

વાર્તા સાંભળતા મનમાં ‘જય ગાયત્રી માતા, જય ગાયત્રી માતા’ એમ રટણ કર્યા કરવું.

પછી વાર્તા પૂરી થયે ગોળનો નૈવેધ ધરાવી. મા ગાયત્રીનીઆરતી ઉતારવી.

ત્યાર પછી કળશમાં રહેલાં જળતી ગાયત્રી મંત્રનું રટણ કરીને સૂર્યનારાયણને અદર્ય આપવો (જળ ચઢાવવું) નૈવેદ્યમાં ધરાવેલો ગોળ પ્રસાદ તરીકે બધાને વહેંચી દેવો.

રવિવારે ઉપવાસ કરવો, અથવા તો એક સમય જમીને એક ટાણું કરવું.

જમતી વખતે જે કાંઈ ભાણામાં આવે તો જ જમી લેવું.

ભોજનમાં લસણ, ડુંગળી ખાવી નહીં.

એક વખત ભર્યા ભાણે જમવું બીજી વાર થાળીમાં કાંઈ પીરસાવીને લેવું નહીં.

આમ ૨૧ રવિવાર સુધી આ વ્રત કરવું. એકવીસમાં રવિવારે ઘઉંના રવાનો શીરો દૂધ નાખીને બનાવી સાત નાના નાના ભૂલકાંઓને જમાડવા અને યથાશક્તિ પ્રમાણે દાન-દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરવુ.

ગાયત્રી વ્રત કથા/વાર્તા

કાશી નગરી જેવું પવિત્ર ધામ હતું. તેમા રામપ્રસાદ નામે એક અતિ ગરીબ બ્રાહ્મણ રહે.

આ રામપ્રસાદ બ્રાહ્મણ ઘણો જ દુઃખી પરંતુ ભગવાનનો પરમ ભક્ત પોતાના ભક્તનું દુ:ખ ભગવાનથી જોયું જાય નહીં.

તેથી એક દિવસ તેઓ ઋષિમુનિનું રૂપ લઈને બ્રાહ્મણ પાસે આવ્યા. માત્માજીને આવેલા જોઈ રામપ્રસાદે બેસવા આસન આપ્યું. પછી ભગવાને બ્રાહ્મણને પૂછ્યું,“ભૂ દેવ તમે અત્યંત દુ:ખી જણાઓ છો તેનું કારણ શું ?”

બ્રાહ્મણે કહ્યું,“બાપુજી ! સંતાન સુખથી વંચિત છું અને એ દુઃખ મારા માટે અસહ્ય છે. ભિક્ષા પ્રવૃત્તિથી જીવન ચલાવું છું.

એક ગામ ફરું કે સાત ગામ ફરું પણ સવા શેર લોટથી વધુ ભિક્ષા મળતી નથી.

અને બે સમય પૂરું ભોજન પણ થતું નથી. જેમ તેમ ગુજરાન ચાલે છે.

આજે સાત સાત વર્ષ લગ્ન થયે થયા તેમ છતાં પુત્ર સુખ નથી.

માટે આપ કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો મહારાજ.”

ઋષિમુનિ રૂપે આવેલા ભગવાને કહ્યું,“રામપ્રસાદ !

તું ભક્તિ તો કરે છે પણ તારા બ્રાહ્મણના ધર્મ પ્રમાણે નહીં. બ્રાહ્મણનો ધર્મ છે કે સવારે વહેલા ઊઠી નિત્ય કર્કરી ગાયત્રી સ્તુતિ કરવી. જે તું કરતો નથી માટે જ આ દુઃખ તને આવ્યું છે.

માટે હવે તું પહેલાં જે રવિવારથી પૂરા ૨૧ રવિવાર સુધી ગાયત્રી વ્રત કર વિધિ સહિત વ્રત કરવાથી તારા સર્વ સંકટો દૂર થશે.”

આમ ભગવાને બ્રાહ્મણને “સંકટ નિવારણ મા ગાયત્રીનું” વ્રત કેમ કરવું તેની પૂજન વિધિ બતાવી.

સંક નિવારણ ગાયત્રી વ્રતનું માહત્મ્ય સમજાવ્યું અને ચાલ્યા ગયા.

બ્રાહ્મણે તો પહેલા રવિવારથી વ્રત લીધું અને જેમ જેમ રવિવારો આવતા ગયા જતા ગયા તેમ તેમ વ્રતનું તપ વધતું ગયું.

બ્રાહ્મણને ભિક્ષા મળવા લાગી. લોકો તેને પૂજન વિધિ માટે બોલાવવા લાગ્યા.

કર્મકાંડ માટે આમંત્રણ મળવા લાગ્યું.

વધારામાં રાજ્યનાં કોઈ પણ પ્રસંગ કે ધાર્મિક કાર્ય વખતે આ રામપ્રસાદને આમંત્રણ મળવા લાગ્યું.

આમ થવાથી રામપ્રસાદની મા ગાયત્રીના મંત્ર અને વ્રત ઉપર અને ગાયત્રીમા ઉપર શ્રદ્ધા વધવા લાગી.

પછી તો બ્રાહ્મણની પત્નીએ પણ ગાયત્રીવ્રત લીધું. વ્રતના પ્રભાવે નવ માસે તેને દેવરૂપ જેવા પુત્રની પ્રાપ્તિ પણ થઈ.

આમ આ સંકટ નિવારણ ગાયત્રી વ્રતથી બ્રાહ્મણ પતિ- પત્નીને અત્યંત લાભ થયો.

વ્રત પૂર્ણ થયે બ્રાહ્મણ અને તેની પત્નીએ વ્રતનું ઉજવણું વિધિ પ્રમાણે કર્યું. પછી તો બ્રાહ્મણની શ્રદ્ધા એટલી બધી વધી ગઈ કે પોતાના યજમાનોને પણ ગાયત્રી વ્રત કરવાની સૂચના આપવા લાગ્યો.

આમ મનવાંછિત ફળને આપનારું, મનમાં ધારેલા સર્વે કાર્યો સિદ્ધ કરવાવાળું, આધિ- વ્યાધિ ઉપાધિઓને દૂર કરી સર્વે પાપોનો નાશ કરવાવાળું, સંતાન સુખ આપનાર, કૃતિકાળમાં થોડું નાખો અને વધુ મળે તેમ ઘણું ફળદાયી. આ માં ગાયત્રીનું સંકટ હરણ વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે.

આ વ્રતના પ્રભાવથી તો સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજના હાથમાંથી છોડાવ્યો હતો.

આમ હે મા ગાયત્રી જેવા બ્રાહ્મણને અને તેની પત્નીને ફળ્યાં તેવા સૌ વ્રત કરનાર, સાંભળનાર, સંભળાવનાર સર્વનેફળજો.

|| બોલો ગાયત્રી માતા કી જય ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *