કેવડા ત્રીજ વ્રત કથા | Kevda Trij Vrat In Gujarati
કેવડા ત્રીજ વ્રતની વિધિ
ભાદરવા માસની સુદ-૩ના દિવસને કૈવ ત્રીજ કહેવાય છે.
આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે.
સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગૌરીપૂજન કરવાનું. રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી.
બિલિપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો.પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી, નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું, હરિનામ સંકિર્તન કરવું.
કેવડા ત્રીજ વ્રત કથા/વાર્તા
એકવાર નારદમુનિ હિમાલય પાસે ગયા. નારાયણ… નારાયણ.. આવો દેવર્ષિ નારદ…પધારો. હિમાલયે આવકાર આપ્યો.
પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી…વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો.
નારદજીને તો આટલું જ જોઈતું હતું, તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા. પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા. પણ નારદજીએ વખાણ
મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું.
તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું. પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતાં રહીએ એમ નક્કી કરી લાગ મળતાં જ બંને વનમાં જતાં રહ્યાં.
ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠાં.
પાર્વતીજીએ રમત રમતાં માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો.
તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફુલ બિલિપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લીંગની પૂજા કરી.
આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો. ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું.
આમ નકોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણ્યે અજાણ્યે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું. શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું.
અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા.
ભગવાન શિવજી તેમની પૂજા-ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કાંઈક વરદાન માંગવા કહ્યું.
પાર્વતીજીએ કહ્યું, “દેવ ! આપ ખેરખર પ્રસન્ન થયો હોય તો વરદન હું માગું છું કે આપ મારા પતિ થાવ.”
ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું ને અલોપ થઈ ગયા.
આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં.
તેથી હિમાલય તેમને શોધવા નીકળેલાં અને ફરતાં ફરતાં જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યાં.
પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં જ પાર્વતી બોલ્યા કે,“મન, વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું.”
માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી.
કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર-પાર્વતીના લગ્ન થયાં. આમ હે ભગવાન ભોળાનાથ ! જેવા આપ કેવડા ત્રીજનું
વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યાં. એવા અમને સહુને ફળજો.