જયા પાર્વતી વ્રત કથા | Jaya Parvati Vrat Katha In Gujarati

જયા પાર્વતી વ્રતની વિધિ

આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે.

ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે, અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે (દશ વર્ષ, વીસ વર્ષ, ત્રીસ વર્ષ) ત્યાં સુધી આ વ્રત કરવું.

વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને શંકર-પાર્વતીનું પૂજન કરવાનું. ભોજનમાં ચોખા ખાવાનાં, મીઠી ચીજ ખાવાની નહીં, એટલે મિષ્ટાન, ગળ્યા

પદાર્થો ખાવાના નહીં. બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું.

વ્રત પૂર્ણ થયે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી, કાજળની બી, કપડ શક્તિપ્રમાણે આપવા વ્રત ઉથાપન સમયે બ્રાહ્મણોન ભોજન કરાવવું.

જયા પાર્વતી વ્રત કથા/વાર્તા

પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો. તેનું નામ વામન હતું. તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતાં હતાં.

આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્ય નિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતાં હતાં.

વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સાવશેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુ:ખી રહેતી હતી, અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે…અરે ભગવાન ! ભોળા પ્રભુ…બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા ?

યાકર ભોળાનાથ…દયા કર.

આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી.

એવામાં એક દિવસ નારાયણ ના…રા…યણ કરતાં તંબુરો અને કરતાલ વગાડતાં નારદમુનિ તેને ઘેર પધાર્યા.

સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું.

યાવિદિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યાં નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેનાં મુખ ઉપર ચિંતા દેખાઈ.

નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું,“દેવર્ષિ ! પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાશેર માટીની ખોટ છે.

કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો.”

નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું, “હે વામન !

સાંભળ અહિંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે.

આ જંગલ બિલિનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશીવ સૂકાયેલા બિલિપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણાં સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર.

ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુ:ખ દૂર થઈ જશે. માટે ત્યાં જાવ.”

આમ કહી નારદજી તો નારાયણ…નારાયણ કરતાં પોતાના માર્ગે ચાલ્યા ગયા.

બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે.

ઘણે દૂર નીકળી જતાં બિલિનું જંગલ દેખાયું.

જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલિના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ-પત્નીએ બિલિપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે.

આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝુંપડી બાંધીને બેયે ત્યાં જ રહેવાનું રાખ્યું. ખરાં અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે.

આમ કરતાં કરતાં ઘણા દિવસો વિતી ગયા.

એકવાર વામન ભગવાન માટે ફુલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યું થયું.

આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે. ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહિ, તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી.

ચાલતાં ચાલતાં રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો.

ત્યાં આવીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યું થયું છે.

તેમ જાણી સત્યાને અપાર દુ:ખ થયું. એ તો ચોધાર આંસુએ રડવા લાગી.

પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના

ભક્તના માથે દુ:ખ આવ્યું છે, એટલે ભગવાન શંકરને કહ્યું,“પ્રભુ ! આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી.

માટે ચાલો આપણે તેની પાસે જઈએ, અને તેના દુઃખ દૂર કરીએ.” આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યાં.

મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટથયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. મા પાર્વતીને બેહાથ જોડી પગે પડી અને રડવા લાગી.

માતાજીની સ્તુતિ કરીનેવિનંતી કરી કે,“હે મા ! મારા પતિદેવને જીવીત કરો.

મા ! આપતો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે.

તેમના સિવાયહું જગતમાં જીવી નહીં શકું.” આટલું કહેતાં કહેતાં સત્યા કરુણવિલાપ કરવા લાગી.

સત્યાના માથે હાથ ફેરવી જગદમ્બામા પાર્વતીજીએ કહ્યું,“બેટા રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે.”

આમ કરીને તેમણે વામનનાં નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરત જ વામન આળસ મરડીને ઊભો થઈ ગયો.

જ્યાં તેની નજર શંકર-પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યાં.

પાર્વતીજએ અને શંકર ભગવાને બંને પતિ-પત્નીને આશિષ આપતાં બોલ્યાં,“તમારું કલ્યાણ થાઓ, અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ.

માટે હે બ્રાહ્મણ ! હે સત્યા ! તમે કાંઈક વરદાન માંગો, બોલો શું જોઈએ છે ?”

છે. સત્યા બોલી, “માતાજી ! આપની દયાથી દરેક પ્રકારનું સુખ માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો.”

પાર્વતીજીએ સત્યાને કહ્યું, “પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય.”

માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી, “માં ! આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું, માટે કૃપા કરીને આપ કહો.”

પાર્વતીજીએ સત્યાને કાં તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ ૧૩ના દિવસથી હું મારું જયા પાર્વતીનું વ્રત કર, તો તારી આશાપરિપૂર્ણ થશે.

અષાઢ માસની સુદ-૧૩થી વ્રત લેવાનું પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું, પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું. મીઠા વગરનું મોજું જમવાનું.

પાંચમાં દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ, સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના, આમ આ વ્રત, વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું.

જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે. પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે.”

આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા.

વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાનાં ઘરે પાછાં ફર્યા.

પછી તો અષાઢ મહિનો આવ્યો. સુદ ૧૩ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિન્હો આપ્યાં.

આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતર્યો.

આથી બંને પતિ-પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેલા લાગ્યા.

પોતાના બળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યાં.

॥ જય જયો મા જય પાર્વતી મા ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *