ચોખા કાજળી વ્રત કથા | Chokha Kajli Vrat Katha In Gujarati
ચોખા કાજળી વ્રતની વિઘી
આ વ્રત શ્રાવણ માસમાં વદ ત્રીજને દિવસે લેવાતું હોય છે.
વ્રત લેનાર બહેનોએ સવારે વહેલા ઊઠી નાહીને ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી, કીર્તન કરી ડાંગર લઈ તેને પોતાના જ હાથે ફોલી અંદરથી અખંડ ચોખા બિલકુલ અણીશુદ્ધ હોય તેવા એક હજાર ભેગા કરવા.
વ્રત કરનાર બહેનોએ આખો દિવસ નકોડો ઉપવાસ કરવો. પછી સાંજે ભગવાન ભોળાનાથનું પૂજન કરવાનું.
પૂજન કરી શિવ પાર્વતીજીના ગીત ગાવા, કિર્તન કરવું, ભજન કરવું, પેલા એક હજાર ચોખાને રાંધીને તેનું ભગવાન ભોળાનાથનો પ્રસાદ સમજી ભોજન કરવું પછી ભજન કીર્તન કરતાં-કરતાં આખી રાત્રી જાગરણ કરવાનું.
આ પ્રમાણે પાંચ વર્ષ સુધી આ વ્રત શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું.
પાંચ વર્ષ સુધી અખંડ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ‘ચોખા કાજળીનું વ્રત’ કરનારના ઉપર ભગવાન ભોળાનાથની અસીમ કૃપા થાય છે, અને કલ્યાણ થાય છે.