તુલસી વિવાહની કથા (Tulsi Vivah)

2023 મા તુલસી વિવાહ ક્યારે આવે છે?

શુક્રવાર, 24 નવેમ્બર 2023

તુલસી વિવાહ વ્રતની વિધી

કારતક માસની સુદ અગિયારસને દિવસે તુલસીજીના લગ્ન વિષ્ણુ ભગવાન સાથે થયાં.

આથી કારતક સુદ ૧૧ને દિવસે તુલસીવિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.

શહેરની ઘણીયે પોળોમાં, વિસ્તારોમાં તથા ગામડાઓમાં તુલસી વિવાહ લોકો ભાવથી ઉજવે છે.

મંદિરોમાં અને ખાસ વૈષ્ણવોના મંદિરોમાં તુલસી વિવાહનો લગ્ન પ્રસંગ ખૂબ ઉમળકાભેર અને ધામધૂમથી ઉજવાય છે.

તુલસી વિવાહ વ્રત કથા/વાર્તા

તુલસી વિવાહના પ્રસંગની કથા આ પ્રમાણે છે.

એકવાર દેવરાજ ઈન્દ્રનું અભિમાન ઉતારવાને માટે જાલંધરને ઉત્પન્ન કર્યો.

આ નીલંધરની પત્નીનું નામ વૃંદા. વૃંદા મહાન પ્રતિવ્રતા સતી સ્ત્રી હતી.

તેના પુણ્ય પ્રભાવે જાલંધર બળવાન અને અજય થયો હતો.

તેને કોઈ જીતી શકતું નહિં. અને પછી તો ધીરે ધીરે દેવોને પણ હેરાન પરેશાન કરવા લાગ્યો.

દેવો ત્રાહિ ત્રાહિ પોકારવા લાગ્યા.

આખરે જાલંધરનો ઉત્પાત વધી જવાથી દેવતાઓએ ભગવાન પાસે જઈને સ્તુતિ કરી અને કહ્યુંકે,“પ્રભુ !

આ પાપી રાક્ષસના ત્રાસથી અમોને ઉગારો.” અને ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને સતી વૃંઘને તેના સતીત્વથી ભ્રષ્ટ કરી. આ વાતની જ્યારે વૃંદને ખબર પડી કે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે,“હે !

કપટી તે મારી સાથે કપટ કર્યું ? જા તું પાષાણ (પથ્થર) બની જા.”

આ સાંભળી ભગવાને પણ વૃંદને સામો શ્રાપ દીધો કે,“તો જા તું પણ લાકડું બની જા.”

વૃંદાએ જ્યારે જાણ્યું કે આ તો વિષ્ણુ ભગવાન છે અને એમણે પોતે કપટ કર્યું છે, તેથી તેણીએ વિષ્ણુ ભગવાનની માફી માંગી.

વિષ્ણુ ભગવાને કહ્યું કે,“વૃંદા ! હું તને તરછોડીશ નહીં, અત્યારે તો નહીં પણ તારા આવતા જન્મે તને હું રાણી બનાવીશ.

તું તુલસી થશે. (તું વનસ્પતિ અને હું શાળીગ્રામ.)” આમ કહી પ્રભુ તો જતા રહ્યાં.

સમય બનતાં…કાળ વીતતાં વૃદ્ઘ બીજા જન્મમાં તુલસી થઈ અને વિષ્ણુ ભગવાન શાળીગ્રામ થયાં એન આમ, “તુલસી વિવાહ” થયાં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *