મંગળાગૌરી વ્રત કથા | Mangala Gauri Vrat In Gujarati

મંગળાગૌરી વ્રત પુજા વિધિ

પવિત્ર એવા શ્રાવણ મહિનાના પહેલા મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.

સવારે સૂરજનો ઉદય થયાં પહેલાં સ્નાન વગેરેથી પરવારી પાર્વતીજીની પૂજા કરવી.

અને જો બની શકે તો ઉપવાસ કરવો અને નહીંતર વ્રતની વાર્તા સાંભળળી અને એકટાણું જમવું. વેવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે.

અને સોઢગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે, સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરે છે.

મંગળાગૌરી પાર્વતી વ્રત કથા/વાર્તા

રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામના એક વણિક રહેતો હતો.

તેની પત્નીનું નામ તારામતિ હતું અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી.

એક સાધુ રોજ તે વણિકનાં ઘેર ભિક્ષા લેવા માટે આવે પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જાય.

એક દિવસ ધરમચંદે તે સાધુની ઝોળીમાં બે સોનામહોર નાંખી દીધી. તેથી પેલા સાધુ કહ્યું, “તમે નિઃસંતાન છો, તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર માપાપી ગણાય છે.

પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે. તેથી મારે તમને સંતાન પ્રાપ્રિનો માર્ગ બતાવવો જોઈએ.

તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે.

તો ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો.”

વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી સેવા-પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા અને તેમની પાસે પુત્રની માંગણી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું કે,“હે વણિક !

સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે. તેથી એ પુત્રની માતાબનશે.”

વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યાં.

એ પથ્થર તે આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતાં.

છેવટે કેરી પડી. વિણક એ કેરી લઈને ચાલવા માંડ્યો.

ત્યારે ગણપતિએ તેને શ્રાપ દીધો કે, ‘હે મૂર્ખ વણિક ! તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે. તેથી તારો પુત્ર એકવીસમાં વર્ષે મૃત્યું પામશે.’

ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી.

અને જેવા આપણાં નસીબ, તેમ કહીને તારામતીએ કેરી ખાધી.

પૂરા નવ માસે દેવના ચક્કર જેવાં દિકરાનો જન્મ થયો.

તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું. રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વિવિદ્યામાં કુશળ થઈ ગયો.

આ બાજુ વાણિયો તથા તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતાં.

ગણપતિનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ ન હતો. એકવીસમાં વર્ષે પુત્રનું મોત નક્કી હતું.

એક દિવસ શિવચંદ તેના મામા જીવરામ સાથે વેપાર ખેડવા નીકળ્યો.

મામો પણ પોતાના ભાણેજની મૃત્યુંની વાત જાણતો હતો. ફરતાં ફરતાં મામો-ભાણેજ મંછાવટી ગામ આવ્યાં.

પાદરે ટીમણ કરવા બેઠાં. ત્યાં આગળ એક સરોવર હતું. અને તે સરોવરના કાંઠે દિપા અને રૂપા નામની બે સખિયો વાત કરતી હતી.

‘રૂપા ! તું મંગળા ગોરીનું વ્રત જરૂર કરજે.

જે સ્ત્રી આ વ્રત કરે છે તેનો સુગ અમર રહે છે, હું તો દર વર્ષે આ વ્રત કરું છું.

મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાનાં લગ્ન થાય તો તેનો મૃત્યુ યોગ ટળે.

આવો વિચાર કરી મામાએ ભાણાને કહ્યું કે ચાલ ગામમાં એક આંટો મારી આવીએ.

મામો-ભાણેજ બંને ગામમાં આવ્યાં. મામાએ તો દિયાના પિતાનું ઘર શોધીને તેમના ઘેર ઉતારો કર્યો, અને ત્યાં શિરામણ કર્યુ. ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી.

દિપાના પિતાને તો ‘ઘેર બેઠાં ગંગા’ જેવી વાત થઈ.

રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહમણો હતો. અને આવો રૂપચંદ જેવો સોહમણો જમાઈ અને આવા સારાં સગા મળતાં હોય તો શુંવાંધો હોય ?

મામા પોતાના ભાણેજને લઈને ઘેર આવ્યાં અને પોતાના બહેન બનેવીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી માગસર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યાં.

દિપા તો પરણીને સાસરે આવી.

લગ્નની પહેલી રાતે શયનખંડમાં સૂતી છે.

ત્યાં જ તેજ તેજના અંબાર સમા મંગળા દેવી મા સપનામાં આવીને તેને કહેવા લાગ્યાં,“જાગ દીકરી જાગ !

ટૂંક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે.

અને જો તારો પતિ મૃત્યું પામશે તો તેનું કલંક મને લાગશે.

તેથી સવામણ દૂધ ભરેલાં માટલામાં સવાશેર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે, દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે. ત્યારબાદ તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે, અને સવારે માટલું તારી સાસુને તું આપી દે જે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તં જવાબદાર પછી મને દોષ દઈશ નહિ.”

સ્વપ્ન પુરું થતાં જ દિપા તો એકદમ જાગી ગઈ.

એને ખાત્રી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળા મા ચેતવવા આવ્યાં હતાં.

એ તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં સવાશેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું. સમય થતાં એક સર્પ ફુંફાડા મારતો આવ્યો, પણ મીઠું દૂધ પીતાં તે શાંત થઈને માટાલામાં પેસી ગયો.

અને તરત જ દિપાએ પહેરેલો સાડલો ઉતારીને તે માટલાનું મોઢું બાંધી દીધું.

સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી. સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો.ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી. હે મંગળા માં !

જેવા દીપાને ફળ્યાં, એવા સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો.

|| જય મંગળા માં ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *