કડવા ચોથ વ્રત કથા | Karwa Chauth Vrat Katha In Gujarati
કડવા ચોથ વ્રતની વિધી
કારતક મહિનાની વદ ચોથના દિવસને કડવા ચોથ કહેવામાં આવે છે.
આ વ્રત ફક્ત પરણેલી સ્ત્રીઓ જ કરી શકે છે.
પોતાના પતિના સુખ સમૃદ્ધિ અને એની સુરક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે.
આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે.
રાત્રે શંકર-પાર્વતી તથા ચંદ્રના દર્શન કર્યા બાદ ચંદ્રને અધ્ય આપવામાં આવે છે અને ત્યાર પછી જ ઉપવાસ છોડવામાં આવે છે. આ દિવસે ભીની માટીમાંથી પાર્વતીજીની મૂર્તિ બનાવી એની પૂજા પણ કરવામાં આવે છે.
કડવા ચોથ વ્રત કથા/વાર્તા
એકવાર અર્જુન તપ કરવા માટે નિલગિરી પર્વત પર ગયો.
પછી પાંડવો પર એક પછી એક આફતો આવવા લાગી.
તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું.
ભગવાન શ્રીકષ્ણ તુરત જ પધાર્યા. એટલે દ્રૌપદીએ પોતાની શંકા ભગવાનને જણાવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું.
“એક વખત મા પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન સદાશિવ પાર્વતીજીને ‘કડવા ચોથ’નું વ્રત કરવાનું જણાવતાં કહ્યું હતું કે –”
એક ધર્મ પરાયણ તથા ગુણવાન બ્રાહ્મણોને ચાર દીકરા અને એક સુશીલ દીકરી હતી.
લગ્નબાદ આ દીકરીએ કડવા ચોથનું વ્રત કર્યું. પણ ભુખ સહન ન થતાં એણે ચંદ્રના દર્શન કર્યા પહેલા જ જમી લીધું અને તેથી ઉપવાસ તૂટતાં જ એના પતિનું મૃત્યું થયું.
તેથી એ ખૂબ જ વિલાપ કરવા લાગી. એ સમયે બરાબરઈન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યાં હતાં.
એણે તે બ્રાહ્મણની દીકરીનો વિલાપ સાંભળ્યો તેથી તેઓ એની પાસે ગયા અને તેને આશ્વાસન આપ્યું બધી વિગત જાણ્યા બાદ ઈન્દ્રાણી બોલ્યા.
તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર જ ભોજન લીધું એનું જ આ છે. આ સાંભળી પેલી બ્રાહ્મણ કન્યા ખૂબ જ પસ્તાવો કરવા ફળ લાગી.
ઈન્દ્રાણીએ તેને આ વ્રત કરવાની સલાહ આપી અને પછી પેલી બ્રાહ્મણ કન્યાએ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું.
તો એનો પતિ સજીવન થઈ ગયો. શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું,“જો એ જ રીતે તું પણ આ વ્રત કરે તો બધું બરાબર થઈ જશે.”
ભગવાન શ્રીકૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત કરવાનું શરૂ કર્યું.
અને તેના પરિણામે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવી તો પણ તેઓ વિજયી બન્યાં.
આ રીતે દ્રૌપદીએ કરેલું આ ‘કડવા ચોથ’નું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે.
આજના દિવસે ગણપતિની વાર્તા પણ કરવામાં આવે છે.
જે આ પ્રમાણે છે.
એક આંધળી ડોશી હતી. એને એક પુત્ર હતો.
અને એક પુત્રની વહુ હતી. આ ડોશીમાં દરરોજ ખૂબ જ શ્રદ્ધાથી ગણપતિજીની સેવા પૂજા કરતાં તેથી એક દિવસ ગણપતિજી તે દેશીમાં પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને તેમને કહેવા લાગ્યાં કે,
“હે ડોશીમા !
માગો માગો તમે જે માગો તે આપું. હું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું.”
ત્યારે ડોશીમાં બોલ્યાં,“શું માંગવું એની મને શું ખબર પડે.
વહુ દીકરાને પુછી જોઈશ અને કાલે માંગીશ.”
ગણપતિ તો ડોશીમાંની વાત માની ગયાં.
ડોશીએ વહુ-દીકરાને પૂછી જોયું તો તે બંનેએ ડોશીમાને કહ્યું કે,“આપણે બહુ ગરીબ છીએ માટે તમે ગણપતિ પાસે ધન જ માંગી લો.”
ડોશીએ કહ્યું કે,“મને નવ કરોડની માયા દો, નિરોગી કાયા દો, અમર સુહાગ છે, આંખનું અજવાળું ઘે, પૌત્રો-પૌત્રી પરિવારનું સુખ ઘે. અને છેલ્લે મોક્ષ ઘે.” ત્યારે ગણપતિએ કહ્યું,“તમે તો બધું જ માંગી લીધું.”
ગણપતિએ હસતાં હસતાં ડોશીને બધું જ આપ્યું. અને આમ કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિ પાસે બધું મગે છે, અને મેળવે છે.