મુનિ વ્રત કથા | Muni Vrat Katha In Gujarati
મુનિ વ્રત આ વ્રત થઈ શકે તો શ્રાવણ માસના : પવિત્ર દિવસોમાં કરવું પછી તો ગમે તે માસમાં પણ કરી શકાય.
આ વ્રત કરનારે આખો દિવસ મૌન રહેવાનું સંધ્યાકાળ પછી જ્યારે આકાશમાં તારા દેખાય ત્યાર પછી મૌન છોડવાનું.
આ વ્રત સ્ત્રી-પુરુષો-બાળકો સર્વે લઈ શકે છે.
મુનિવ્રત (મૌનવ્રત) કરનારે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને ભગવાનની સેવા પૂજા કરવી.
દેવ દર્શન કરવા સવારે ઉઠ્યા પછી કાંઈ બોલવાનું નહીં.
બધું કાર્ય મૌન રહીને જ કરવાનું બની શકે તો મનમાં પણ બોલવું નહીં.
પણ મનમાં ભગવાનનું રટણ કર્યા કરવું. આમ આખો દિવસ મૌન પાળવું.
સૂર્યનારાયણ અસ્ત થયા પછી રાત્રે તારા દેખાય તે તારાઓના દર્શન કરીને મુનિવ્રત છોડવાનું અને બોલવાનું કે…ઢમ ઢમ ઢમ ઢમ ઢોલ વાગે, વાગે ઝાલર સઈ, ગોરજી તો આરતી ઉતારે, એક ગ્રંથમાં ઘંટડી ધ્રુવજીના
તારા ઉગ્યાં, સપ્તઋષિના તારા લઈ, ઉગ્યાં, સર્વે મુનિઓના તારા ઉગ્યાં, પછી અમારા મૌન છૂટ્યાં. પછી શ્રી રામ જયરામ જય જય રામની ધૂન બોલી મૌન છોડવાનું અને ત્યાર પછી ભોજન લેવાનું.
આ પ્રમાણે મુનિવ્રતનો મહિમા અપાર છે.
આઠ દિવસમાં એક દિવસ મૌન રાખવું. જેથી શરીર સુખમાં રહે છે.
મન પ્રફુલ્લ રહે છે અને આત્માને આનંદ મળે છે.