કોયલ વ્રત કથા અને વિધી | Koyal Vrat In Gujarati

કોયલ વ્રત કથા

અષાઢ વદ પૂનમથી આ વ્રત લઈ શકાય છે અને શ્રાવણ વદ અમાસને દિવસે પૂર્ણ થાય છે.

આ વ્રત નાની કુંવારી કન્યાઓ જ મોટા ભાગે કરે છે.

આ વ્રત કરનારે નદી હોય તો નદીએ નહાવા જવાનું.

તળાવ હોય તો ત્યાં નહાવા જવાનું અને કૂવાના પાણીથી પણ સ્નાન કરી શકાય. પણ સ્નાન ઠંડા પાણીથી જ કરવું પડે ત્યાર પછી માતા પાર્વતીજીનું ધ્યાન કરવું.

પૂજન કરવું અને પછી કોયલ જ્યાં બોલતી હોય ત્યાં જઈ કોયલ સામે કંકુ ચોખાનો છંટકાવ કોયલ સામે કરી તેનું પૂજન કરવું.

આ વ્રત કરનારી કુંવારી કન્યાએ ગામના પાદરે જઈ જ્યાં કોયલ બેઠી હોય ત્યાં જઈ કોયલનું વિધિ પ્રમાણે પૂજન કરી પાર્વતીજી માતાનું ધ્યાન અને પ્રાર્થના કરવાની પછી કોયલને ટહુકો સાંભળીને પછી જ એક ટાણું કરવાનું.

કોયલ ટહુકો ન કરે તો આ વ્રત કરનારે કોયલને બોલાવવા પોતે કોયલ સામે ટહુકો કરવો. કુ…ઉ……….અને પછી ગાવું.

“કાયલ આંબાની ડાળ કોયલ સરોવરની પાળ કોયલ ટહુકા કરે કોયલ ટહુકા કરે.”

આમ કોયલને રીઝવીને તેનો ટહુકો સાંભળી પછી ઘરે જવાનું. મા પાર્વતીજીના દર્શન કરી એક ટાણું કરવાનું.

આ વ્રત કરનારે કાળા કપડાં ન પહેરાય તથા કાળા શાકભાજી કાળું અનાજ, કાળા, ફળફળાદિ પણ ન ખવાય.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *