સોળ સોમવારની વ્રત કથા અને વિધી | Sol Somvar Vrat Katha In Gujarati

સોળ સોમવાર વ્રતની વાર્તા/કથા

કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે.

રમત જામી છે, પણ કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી.

એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ.

ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે.

એટલું કહીને શીવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. બીજીવાર પાર્વતી એ પાસા નાખ્યા

ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો. હવે શિવજીનો વા આવ્યો. શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા, પાર્વતીજી હાર્યા. ત્રણ ત્રણ વાર બ્રહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના

ક્રોધનો પાર ન રહ્યો. એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે

જા તારા અંગે અંગે રક્તપિતિયો કોઢ ફૂટી નીકળશે.

શ્રાપ આપતાં જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો, પરું વહેવા લાગ્યું.

બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી.

ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાવ છો ! બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું.

ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાવ.

દૂધથી મારા આંચળ ફાટું ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી. વાછરડા લવારા ધાવતા નથી.

અરેરે મારા એવા તે કયા પાપ હશે ? તમે મારા દુઃખનું

નિવારણ પૂછતાં આવજો.

ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો. શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી મો મારા કષ્ટનું નિવારણ પૂછતાં આવજો.

આગળ જતાં બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો.

પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી.

આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાવ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાવ. મારા ફળ કોઈ ખાતું નથી.

ખાય છે તેમૃત્યુ પામે છે તે મારા શ્રાપનું નિવારણ પૂછતાં આવજો. આગળ જતાં બ્રાહ્મણને તરસ લાગી.

એ પાણી પીવા તળાવે ગયો. તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો. બ્રાહ્મણને જોતાં જ મગર બોલ્યા, હે ભૂદેવ મારી કાયામાં લાય લાગી છે.

અંગે અંગ કાળી બળતરા થાય છે.

નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું. કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતાં આવજો.

ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો. ત્યાં એક જીર્ણશીર્ણ શિવાલય જોયું.

બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો. જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યું.

અન્ન-જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા. વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોઢ મટાડે.

ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વે દુ:ખ ટળશે.

બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો.

શિવજીએ વ્રતની વિધિ જણાવી.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુતરના ઘેરાની સેર લઈ ચાર ગાંઠ વાળવી.

પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું.

કારતક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ, સવા શેર ઘી, સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા.

લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું.

રાત ન રાખવો.

આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે.

કર્ષાશ્રુ સારતા બ્રાહ્મણ ગદ ગદ કંઠે, ગાય, ઘોડો, આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા. ‘હૈ તપોધન ! આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો.

એણે ધાવતા બાળક તરછોડેલા. એ પાપના પ્રભાવે

આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું એને ઘ્રીને એ

દૂધ મારા લિંગ પર ચઢાવજે. તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે.’

પછી શિવે ઘોડાના પાપ વિષે જણાવતા કહ્યું કે એ ઘોડો.

ગયા ભવે એક ધુર્ત શેઠ હતો. જુઠી વાણી અને જુઘ ત્રાજવા – કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા.

ફેંકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા. એ પાપના લીધે એની આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કર૪ તેથી સર્વે સુખ થશે.

ત્યાર બાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજુસ હતો.

સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઈનુ પુણ્ય ન કર્યું. એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે.

છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મધ્યજ્ઞાની બ્રાહ્મણ હતો.

ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું. આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો.

એ જ્ઞાન આ જન્મે એને રુંવે રૂંવે કાળી બળતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાડી, પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે.

ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો.

પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું.

મગરે એને જ્ઞાન આપ્યું, જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ.

પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરું કાઢયા. તરસ્યાને પાણી અને ભુખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા.

આગળ જતાં ઘોડો મળ્યો. મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું.

પછી ગાય મળી. બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા.

બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો. પવિત્ર શ્રાવણ માસા આવતા વ્રત કર્યું.

કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ ગઈ. જ્ઞાનના તેજથી એનું મુખ ઝગારા મારવા લાગ્યું.

એક દિવસની વાત છે.

નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો. દેશો દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા.

સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી. બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો. એક ખૂણે ઊભો રહ્યો.

સમય થતા કનકલતા સોળે શણગાર સજીને આવી.

એની સાથે એક એકથી એક એવી દાસીઓ હતી. આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી.

સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો.

આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે.

એટલામાં ઘધણીને વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે.

રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી. હીરા-માણેકની પહેરામણી કરી.

હાથી-ઘોડાના રથ દીધા. બ્રાહ્મણ સમજી ગયો કે કહ્યું ના કો આ સોળ સોમવાર વ્રતનો ૪ આ પ્રભાવ છે.

રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો. રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી.

એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું.

વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી.

રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે ! એણે તો ભાતભાતના ભોજન બનાવ્યા.

રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા-મીઠાઈ જોઈ કોપાયમાન થયો. ગળગળા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો.

ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું.

આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે.

તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો. રાણી આજીજી કરતી રડવા લાગી. પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો, રાણીને હર પાર કરી.

ભુખી-તરસી, લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝુંપડામાં રેંટિયો કાંતતી ડોસી પાસે પાણી માંગ્યું. ડોસી ઘણી દયાળુ હતી.

રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું. રાણીએ રહેવા આશરો

માગ્યો તો ડોસીએ ધ પાડી. એ તો ડોશીના ઘરમાં છાણ- વાશી કરવા લાગી.

પણ રાણીના પગલા પડતાં જ ડોશીનો રેંટીયો તૂટી ગયો. ડોશીએ તો રાણીને ધક્કા મારીને કાઢી.

રડતી કકળતી, ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ અને અર્ધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ.

મફતના ભાવે ઘસી મળે તો કોણ ના પાડે? ઘાંચણે તો રાણીને રાખી લીધી.

ત્યાં તો એનો ધણી માંત્રે પડ્યો. ઘાણી બંધ થઈ ગઈ.

બળદનો પગ ભાંગ્યો ઘાંચો તો રાણીને માર મારીને કાઢી મૂકી.

પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગમાં બધાં ફૂલ કરમાઈ ગયા.

માલણે પણ રાણીને કાઢી મૂકી. રાણીની આંખે અંધારા આવવા લાગ્યા. ગળે કાંચકી

બાઝી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો. એ તો પાદરે ગઈ.

કૂવે પાણી સિંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી.

એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો નો ઘડો ફૂટી ગયો.

પાણીયારીએ રાંડ-અભાગણી કહીને એને કાઢી મૂકી. રાણીને ખાત્રી થઈ ગઈ કે હવે કોઈ એને સંઘરે એમ નથી.

હવે તો જંગલમાં જઈને દેહ પાડવો. રાણી તો લથડીયા ખાતી કાંટા-કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ.

રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળજ્ઞાની હતાં. તેમણે રાણીને આશરો આપ્યો, જમાડી, પછી કહેવા લાગ્યા કે, હે બેટી ! શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મદ્યપાપી બને છે.

વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન સંઘરે’

આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી, ઋષિ ! તમે મારા પિતા સમાન છો. આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કૃપા કરીને દેખાડો.’

ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું, રાણી કનકલતાનું હૃદય પથાતાપની યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું.

પવિત્ર શ્રાવણ માસ આવતાં જ રાણીએ વ્રત લીધું. વ્રત પૂર્ણ થતા શ્રદ્ધા ભાવપૂર્વક ઉજવણું કર્યું. ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દ્વેષ માફ કર્યા.

રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ.

એજ રાતે રાજા તપોધનને મધ્યદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ.

વહેલી સવારે જે રાજા તો રાણીને શોધવા નીકળ્યો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી-રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે.

રાજા જંગલમાં આવ્યો. અત્રિઋષિના આશ્રમે રાણીને જોતાં જ બંન્નેની આંખમાં હરખનાં આંસુ આવી ગયા.

બંન્ને ઋષિના પગે પડ્યા અને વિદ્યય માગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું. હજારો માણસોને જમાડે તો પણ રાંધેલુ અનાજ ન ખૂટે એવું. એ પાત્ર હતું.

હરખના આંસુ સારતા રાજા-રાણી નગર તરફ પાછા ફર્યા. ગામના પાદરે જેનો ઘડો ફુટી ગયો હતો એ પાણીયારી મળી. કનકલતાએ અક્ષયપાત્રમાં જળ લઈ ફુટેલા ઘા પર

છાંટતા જ ઘડો સાજો થઈ ગયો. પાણીયારીએ આ સમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો.

આગળ જતા માલણનો બાગ આવ્યો. કનકલતાના પગલા પડતાં જ કરમાયેલા ફૂલો પણ મહેંકી ઉઠ્યા. માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ. એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

આગળ જતાં ધાંચણની ડેલી આવી. રાણીના પગલા પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાંચીની કાયા કંચનવરણી થઈ ગઈ. આ ચમત્કાર જોઈ ધાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી.

આગળ જતાં રેંટિયો કાંતતી ડોશીની ઝુંપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે. એની આજીવિકા તૂટી ગઈ.

કનકલતાએ રેંટિયા પર હાથ ફેરવતા રેંટિયો આપમેળે ચાલવા લાગ્યો. ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા.

ચાલત ચાલતા રાજા-રાણી મહેલે આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતી કાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે.

કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા.

જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ અલોકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા.

સૌ જમી રહ્યા પછી રાજા-રાણી જમવા બેઠો ત્યારે રાણી બોલી.

મારે તો આજે મહદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું મામ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય.

વાર્તા સાંભળે કોણ ? રાજાએ તો સવારે જ જર્મી લીધું હતું.

તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો.

પ્રધાન ઘેર ઘેર પુછવા લાગ્યો. એક કુંભારના ઘેર સાસુ-વહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી.

વળી સો વર્ષની ડોશી હતી એટલે ડગલુય ચાલી ન શકતી. આંખે ભાળતી નહી, કાને સાંભળાતું નહીં…એને જમવા લઈ કોણ જાય ?

પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાઈ.

માન પાન આપી ઢોલિયે બેસાડી કનકલતાએ ડોશીના હથમાં ચોખાના ઘણા આપતાં મોટેથી કહ્યું કે મા હું મહાદેવની વાર્તા કહું છું તમે જય શંકર કી હોંકારો દેજો.

કનકલતાએ તો ઘીનો દીળો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોંકારા દેવા લાગી પહેલાં હોંકારે કાનની બહેરાશ ગઈ.

બીજા હોંકારે આંખમાં અજવાળા થયા. ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી.

ડોશી તો બોલી ઊઠી દેકરી મધ્યદેવ મારા પર રીઝ્યા.

ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી મા આતો મહદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે. તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહદેવે તમને ફળ દીધું છે.

ત્યારે ડોશીની આંખમાં પણ હરખનાં આંસુ આવી ગયા.

ડોશી પગે ચાલીને ઘેર ગયા, અન ઘેર જઈ સોયમાં ઘેરો પરોવ્યો તો વહુ આભી થઈ ગઈ. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા-રાણીએ ફરી વ્રત આદર્યો અને કાતરક માસે ઉજવણુ કર્યું.

પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દિકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું. એ પણ મા-બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો.

દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા-રાણી એને રાજગાદી સોંપી ગંગાકિનારે ચાલ્યા ગયા, અને શિવલિંગની સ્થાપના કરી, જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા.

અંતકાળે વિમાનમા બેસી વૈકુંઠ ગયા.

હે મહાદેવ ! તમે જેવા તપોધન અને નકલતાને ફળ્યા એવા વ્રત સૌને ફળજો. કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો .

સોમવારનું વ્રત શી રીતે થાય?(વ્રત વિધિ)

શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, દોરાની સેરે ચાર ગાંઠો વાળી, પીળા પસ્ટે દોરો બાંધવો. મહાદેવજીનું દર્શન કરવું.

સોમવારે એકટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે, ત્યારે ઘઉંનો સવાશેર લોટ લેવો, સવાશેર ઘી લેવું, સવાશેર ગોળ લેવો.

તેનો ચોળીમોળી લાડુ કરવો. લાડુના ચાર ભાગ કરવા. એક ભાગ મહાદેવના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે.

એમ કરતાં વધે તો ભોંયમાં ભંડારજે. રાત રહેવા દઈશ નહિં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે. સોળ સોમવાર ખરા ભાવથી કરજે. તારું દુ:ખ મટી જશે. કંચન જેવી કાયા થશે.’

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *