ધર્મરાજા ની વ્રત કથા | Dharmaraja Vrat Katha In Gujarati

ધર્મરાજા ની વ્રત કથા/વર્તા

એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં.

તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતાં. તેઓ ખૂબ જ ગરીબ હતાં છતાં, તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતાં તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી. છતાં તેઓ નિતિમાન હતાં.

તેઓ ઘણાં જ ગરીબ હતા. તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અન બંને ભાઈ કમાવા માટે પરદેશગયા.

હવે બ્રાહ્મણ-બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ત્રણેય જણા રહેતા હતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી

થઈ. વરસાદમાં કોઈ અતિથિ નહિ આવવાથી અને ચકલુંય ન ફરકવાથી આખા કુટુંબને દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠાં.

બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહી અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા, પરંતુ આ હંસ અને હંસલી કયા હતા ! આ તો પ્રભુ પોતે હતાં.

તેમને અન્નનો એક પણ ઘણો ખાધો નહીં. આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુ:ખ થયું કહે કે, ‘અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતાં નથી.’

હંસ બોલ્યો, હે બ્રાહ્મણ દંપતી ! તમે કોઈ પાપ નથી કર્યા પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએએના સિવાય બીજું કશું જ ખાતાં નથી.’

આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો. પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી,હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચામોતી આપે તો લઈ આવું છું.

તમે જરાય ચિંતા કરશો નિહ.’ બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે,“ભાઈ ! મારું એક કામ કરીને મન સવાશેર મોતી આપને.’ ઝવેરી કહે, કે શું તમે ગાંડા તો નથી થયાને ? સવાશેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે ?

બ્રાહ્મણી કહે, જે કિંમત થશે તે મારી પાસે ઘર છે તે વેચીને આપીશ તમે ચિંતા ના કરશો.

મને મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખીતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે. તેથી ઝવેરીએ તેને સવાશેર સાચા મોતી જોખી આપ્યા.

બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વર્યા પછી પાણીની કૂંડી મૂકી. હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા.

બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા.

જમીને બહાર આવ્યા પછી છોકરીની દષ્ટી આંગણાંમાં પડેલા મોતી ઉપર પડી.

અને તે મોતી લઈ મા પાસે આવી. ‘મા, મને આ એક મોતી મળ્યું’ મા કહે,‘દીકરી મોતી આપણાથી ન રખાય તે તુલસી ક્યારામાં મૂકી આવ.’

દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી.

બીજે દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા હતાં. બ્રાહ્મણી તો રાજી થઈ.

પોતે આપેલા મોતી કરતાં આ કિંમતી હતાં. ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે ઘર બનાવ્યો

આ ઘર રાજાની કુંવરીએ જોયો અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી.

રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું, તો ઝવેરી કહે કે, આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતાં.

રાજા બ્રાહ્મણના ઘેર જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલાં બધાં મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે ચોટી ગયો.

રાજાએ બૂમાબૂમ કરી જે નગરજનો છોડાવવા ગયાં તે બધાં જ ચોટી ગયા.

પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગી તેથી અડક્યો એટલે તેઓ છૂટ્યા અન ઢીલા મોએ ત્યાંથી પાછા ગયા.

તુલસી ક્યારેથી છૂટા પડ્યાં અને હંમેશા બ્રાહ્મણના ત્યાં પરદેશથી તેડાવી લઈ અને કહ્યું કે,‘આ અમારી મિલકતના ત્રણ ભાગ પાડજો બે ભાગ બે ભાઈ અને એક ભાગ બહેનને આપજો.

થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યું થયું.

એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને ત્રીજો ભાગ આપવાનો અને રોટલાંયે ખવડાવવાના.

તેમને જુહ્ય રહેવા મોકલો, બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુ:ખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા.

તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાીને જતાં તાં.

એક દિસ બહેનને તાવ આવ્યો અને બેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી. બંને ભાઈઓ ખુબજ રહ્યા, બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂતો લઈ ગયા. રસ્તામાં વૈતરણી ની આવી.

બહેને ગાયોના દાન કર્યા હોવાથી માથે આવીને નદી પાર કરાવી, ગાં કાંટાળું વન આવ્યું બહેને ચંપલના દાન કર્યા હોવાથી એને સંપલ મળ્યું અને તેઓ વી ગયાં.

આમ બહેનને જે દુ:ખ આવ્યાં તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યાં. ધર્મરાજાએ ચોખ્ખુ જોયા અને કહ્યું કે, ‘દિકરી ! તમે બધા પુણ્ય કર્યા છે, પરંતુ મારું વ્રત કર્યું નથી માટે તમે મૃત્યુ લોક્માં પાછા જાવ, બાન કહે તમારું વ્રત કેવી રીતે કરવાનું ફની વિધિ છે.’

મારું વ્રત છ મહિનાનું છે.

ગમે તે દિવસથી લેવાય માસ નામનો દીવો કરી ગ્રંથમાં જારના ઘણા રાખી મારી વાર્તા સાંભળવી કોઇ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો.

છુ મહિના પૂરા થયા બાદ વ્રત ઉજવવું. વાંસનો ટોપલો સાર્થક જુવાર, લાલ કપāનો કટકો, એક જોડી કપડાં, છી, ફાનસ, ઝાડ, સાથે સાચા મોતી, સવાશેર વજનના નાવ નિસ્લી અને બે સોના રૂપાની મૂર્તિઓ બધું ગરીબ બ્રાહ્મત્રને આપવું સવાશેરની સુખડી બનાવી ચાર સરખા રાત્ર કા એક ભાગ રમતા બાળકને બીજો ભાગ ગાયના ગોવાળને ત્રીજો કરતા પંક્તિને આપવો. ચોથો ભાગ વ્રત કરનાર ખાવાં.

બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી કર્યું હતું.

ત્યાં જ લક્ષ્મીદેવી ડેશીરૂપે આવ્યાં અને બોલ્યાં,‘મારે દર્દીનું કખ જાવું છે, આમ કરી જ્યાં નજર કરી ત્યાંતો બહેન સજીવન થઈ’ બધા ફાટી આંખે તાકી રહ્યાં. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું પણ તેને ના પાડી.

એ તો ડોશીને લઈને પોતાના ઘરે આવી.

એમ કરતા ઉતરાયણ આવી બહેને ધર્મરાજનું વ્રત લીધું.

છ મહીને ઉજવણું કર્યું. એ વખતે ડોશી બોલ્યા,‘દીકરી ! હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે.

તું તો સ્વર્ગ જઈશ.’ ત્યારે બહેન બોલી,મા હું તમને મારી સાથે લઈ જઈશ.’

થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવાં આવ્યાં બહેને પહેલાં ડોશીને વિમાનમાં બેસાડી પછી પોતે બેઠી.

સ્વર્ગમાં આવતાં જ કંકુના પગલા પડ્યાં. ઝગમગતા દીવડા પ્રગટ્યા. મોતીના સાથિયા પુરાયા આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું.

હે ધર્મરાજા ! જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમી દૃષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો.

|| જય ધર્મરાજા ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *