ભાઈબીજ વ્રત કથા (Bhai Bij)

2023 મા ભાઈબીજ ક્યારે આવ છે ?

બુધવાર, 15 નવેમ્બર 2023

ભાઈબીજ વ્રતની વિધી

કાર્તિક માસની સુદ બીજને ભાઈબીજ કહેવાય છે.

તેને ઘણાં યમહિમીયા પણ કહે છે.

આ દિવસે મૃત્યુદેવ યમરાજ પોતાની બહેન યમુનાજીના ત્યાં જમવા ગયા હતાં.

આ કથા સ્કંદપુરાણમાં આલેખાયેલી છે.

ભાઈબીજ વ્રત કથા/વાર્તા

ભગવાન સૂર્યનારાયણને યમુનાજી નામે એક પુત્રીઅને યમરાજા નામે એક પુત્ર એમ બે સંતાન હતા.

એક વાર યમુનાજીએ પોતાના ભાઈ યમરાજાને પોતાના ત્યાં જમવા બોલાવ્યાં..

પોતાની બહેનનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી યમરાજા બહેનને ત્યાં જમવા પધાર્યા.

સાથે તેમના ગણોને તેડવા ગયા. પોતાના ભાઈને પોતાને ત્યાં આવેલાં જોઈને યમુનાજીના આનંદનો પાર ન રહ્યો.

પાટલા બાજઠ ગોઠવી ભાઈને બેસાડી બત્રીસ જાતના ભોજન અને તેંત્રીસ જાતના પકવાન ભાઈને તેમજ તેની સાથે આવેલા ગણોને ખૂબ આગ્રહ કરી પ્રેમથી જમાડી તૃપ્ત કર્યાં.

ભોજન લીધા બાદ યમરાજાએ પોતાની બહેન યમુનાજીને ખૂબ ભેટ સોગાદો આપી.

યમરાજાને પણ આજે એટલો બધો આનંદ થયો કે બહેનને જે કાંઈ આપતા હતા તેમાંથી તેમના મનને સંક્રોષ થતો નથી.

તેથી યમરાજાએ કહ્યું, “બહેન !

હજુ કાંઈ આપવાની ઈચ્છા થાય છે માટે તું એક વરદાન માંગી લે.”

ત્યારે બહેને કહ્યું,“ભાઈ ! યુગો સુધી આ દિવસ પર્વ તરીકે ઉજવાય તેમ કરો.

જેમ ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં પધારે તે ભાઈનું કલ્યાણ થાય. મોક્ષ મળે ધંધામાં બરકત આવે.

તેનું આખું વર્ષ સુખ અને આનંદમાં જાય અને આપણે પણ દર વર્ષે આ દિવસે મારા ત્યાં જમવા પધારવું.”

પોતાની બહેનના આવા પરોપકારી ભાવનાવાળા શબ્દો સાંભળી યમરાજા એ કહ્યું,“યથાસ્તુ, બહેન !

એમ જ થશે. દર વર્ષે ભાઈબીજના દિવસે હું તારે ત્યાં જમવા પધારીશ, અને એજ પ્રમાણે જે ભાઈ પોતાની બહેનને ત્યાં આ દિવસે ભોજન લેશે તો તે હંમેશા સુખી રહેશે. આનંદમાં જીવન વિતાવશે.”

આ દિવસે ભાઈ પોતાની બહેનના ત્યાં જાય.

જો સગી બહેન ના હોય તો કાકાની દીકરી, મામાની દીકરી, કે કુટુંબમાં બહેન થતી હોય તો તે અને તે પણ ના હોય તો ધકપરા કાળમાં કે કોઈ એવા સંજોગોમાં બહેનને ત્યાં જઈ ના શકાય તો પોતાના ઘેર આ વાર્તા વાંચે, સાંભળે અને પછી બહેનને ભેટ મોકલી આપે તો પણ બહેનને ત્યાં જમવાનું ફળ મળે છે.

Similar Posts