મકરસંક્રાતિની વ્રત કથા | Makar Sankranti Vrat Katha In Gujarat

મકરસંક્રાતિની વ્રત વિધી

આ વ્રત પોષ મહિનામાં આવે છે. મકરસંક્રાતિને ઉત્તરાયન પણ કહેવામાં આવે છે.

આ દિવસે પોતે સ્નાન કરી માતાજીને પણ સ્નાન કરાવવું.

સ્નાન કરવાના જળમાં તલના દાણા નાખવા, ત્યારબાદ માતાજીની યથાયોગ્ય પૂજા કરી અને નૈવેદ્ય ધરાવવું નૈવેદ્યમાં તલની કંસાર બનાવીને માતાજીને નૈવેદ્યમાં ધરવો.

પૂજન કર્યા પછી પોતાને જે રોજનો ઈષ્ટમંત્ર હોય જે મંત્રનો રોજ જાપ કરતા હોય એ મંત્ર બોલતાં બોલતાં એકસોને આઠ આહુતિ તલ અને ઘીમા ભીંજવીને આપવી.

પછી તલના લાડુ કે તલની ગોળપાપડી તથા ફળ ફુલ વગેરે સાથે દક્ષિણા માતાજીના મંદિરે આપવી અને પછી બ્રાહ્મણોને તેનું દાન કરવું. તથા નાના બાળ ગોપાળોને તલના લાડુ, પેંડા, મીઠાઈ વગેરે વહેંચવું.

પિતૃઓની શાંતિ માટે માટીના કે ત્રાંબાના પાત્રમાં વસ્ત્ર, ફળ, ફળાદિ, અને તલના લાડુનું બ્રાહ્મણોને દક્ષિણાના સ્વરૂપમાં દન આપવું.

સ્ત્રીઓએ પોતાના સૌભાગ્યની રક્ષા માટે વાંસની છાબમા કંકણ, કાસકી, કાજલની ડબી, પાંચ પૈસા, ફળફળાદિ અને તલન લાડુ મૂકીને દાન કરવું. આ દિવસે કાંઈક વ્રત ટેક નિયમ લેવાનો મહિમા છે.

નાની બાલીકાઓ આ દિવસે પોતાનાથી થઈ શકે એવા અને પાળી શકાય એવા વ્રત નિયમ લે છે. ટેક રાખે છે.

Similar Posts