અલૂણા છત વ્રત કથા | Aluna Vrat Katha In Gujarati

અલૂણા છત વ્રતની વિધી

આ વ્રત ચૈત્ર સુદ બીજથી વદ સાતમ સુધી થાય છે.

વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નહાવાનું પછી મહદેવજીની પૂજા કરવાની.

પછી કથા વાર્તા સાંભળવાની…આ વ્રતમાં વ્રત કરનારથી મીઠું ખવાય નહીં.

વ્રત કરનારે ઓખાહરણ વાંચવું.

અલૂણા છત વ્રત કથા/વાર્તા

એકવાર ભગવાન ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું,“દેવી !

હવે હું તપ કરવા જઈશ.” ભગવાનની વાત સાંભળી પાર્વતીજી બોલ્યા કે,“પ્રભુ ! આપ તપ કરવા જશો પછી હું અહીંયા એકલી થઈ જઈશ.

અને આપ તો વર્ષોના વર્ષો તપ કરો છો. અને તેથી એકલપણું ક્યાં સુધી નિભાવવું ? આપ મને પુત્ર થાય તેવું વરદાન આપો.”

મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળી કહ્યું,“ઠીક છે દેવી !

તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો.

જેથી તમારું એકલવાયાપણું ટળશે અને આનંદ પૂર્વક દિવસો જતાં રહેશે.”

આમ કહી મહાદેવજી તપ કરવા ચાલ્યા ગયાં.

મહાદેવજીના કહેવાથી મા પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને પુત્રી ઉત્પન્ન કર્યા.

જમણી કુખેથી ગણપતિજીને પ્રગટ કર્યા ને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી.

હવે પાર્વતીજીને એકલવાયું લાગતું નથી. આમ ઘણો સમય પસાર થયો.

બેય બાળકો મોટા થવા લાગ્યા.

એવામાં એક દિવસ નારદમુનિ ફરતાં ફરતાં ત્યાં આવી ચઢ્યાં.

જોયું તો બે બાળકો રમે છે.

નારદમુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર જ્યાં તપ કરતાં હતાં ત્યાં આવ્યાં અને ભગવાનને કહ્યું,“મહારાજ !

આપ અહીં તપ કરો છો ને તમારે ઘરે તો સરસ મઝાના બે બાળકો એક પુત્ર અને એક પુત્રી રમે છે.”

આટલું કહીને નારદજી ચાલતાં થયાં. ભગવાન શંકરે પાર્વતીજીને કહેલું તે ભૂલી ગયા અને એકદમ ક્રોધમાં ઘરે આવ્યાં.

જોયું તો ખરેખર બે બાળકો રમે છે. જેવા ભગવાન શંકર ઘરમાં ગયા કે ગણપતિજીએ એમને રોક્યાં અને બોલ્યા,“એય બાવાજી ! આમ ક્યાં ચાલ્યા ?”

શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યું કે આ કોઈ બાવો છે એટલે રોક્યા.

અત્યારે માતાજી અંદર સ્નાન કરવા બેઠાં છે, એટલે તમારાથી અંદર નહી જવાય.

ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહીં અને ભગવાન ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યાં.

પણ આતો ગણપતિજી એમ કાંઈ ગાંજ્યા જાય ?

એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું. આમ પિતા-પુત્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું.

આ યુદ્ધ જોઈને ઓખા ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ.

નથી. આખરે શંકર ભગવાને ત્રિશૂળ ફેંક્યું અને ગણપતિજીનું યુદ્ધ બરાબર જામ્યું. ગણપતિ મહારાજ કેમ કરતાંય ખસતાં મસ્તક છેદી નાંખ્યું.

પછી ઘરમાં ગયા.

ભગવાનને અંદર અચાનક આવેલા જોઈને મા પાર્વતીજીએ કહ્યું,“હું સ્નાન કરું છું, અને ખાપ અંદર આવ્યા ? બાર છોકરાઓએ તમને રોક્યા નહિ ?”

ભગવાને કહ્યું, “દેવી ! છોકરા કોના છે ? અને આપે મા ગેરહજરીમાં આ શું કર્યું ?’

ભગવાનની વાત સાંભળી માતાજી બોલ્યા,“કેમ !

આપે તો કહ્યું હતું કે બે બાળકો પ્રગટ કરજો અને તેથી જ બે બાળકો પ્રગટ કર્યા. કેમ મહારાજ ! ભૂલી ગયા કે શુ ? આપ અં આવી ગયા છો તો બાળકો ક્યાં છે ?”

કરજો. ભગવાનને યાદ આવ્યું કે પોતે જ પાર્વતીજીને કહેલું કે એકલાપણું દૂર કરવા બે બાળકો પ્રગટ ………..આતો અનર્થ થઈ ગયો. પેલો નારદ… “દેવી ! મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક

છેદી નાંખ્યું, વળી તે મને અંદર નહોતો આવવા દેતો.

” પાર્વતીજી કહે,“સ્નાન કરવાનું હતું. તેથી મેં જ આજ્ઞા કરી હતી કે કોઈને પણ અંદર નથી આવવા દેવા અને મહારાજ ! આપે વિચાર્યા વગર આવું કાર્ય કર્યું ? પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાંખ્યું ? …….રે હવે શું કરું ?”

મા પાર્વતી વિલાપ કરવા લાગ્યાં.

માતાજીને વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું,“દેવી ! ચિંતા ન કરો.

હું જાઉં છું અને પ્રથમ મને રસ્તામાં જે મળશે તેનું મસ્તક લાવી.

તે મસ્તક હું ગણપતિજીના ધડ ઉપર બેસાડીને સજીવન કરું છું.”

શંકર ભગવાન રસ્તે ચાલ્યાં. એવામાં સામેથી પહેલો જ એક હાથી મળ્યો.

મહાદેવજીએ હાથીનું મસ્તક છેદી ગણપતિજીના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યાં.

પુત્રનું માથું હાથીનું જોઈને પાર્વતીજીને ઘણું દુ:ખ થયું.

ભગવાન ભોળાનાથે કહ્યું,“દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય, તેનો દેખાવ ભલે બેડોળ હોય પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિનો જ્ઞાન-ગુણોનો ભંડાર થશે.

અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણે લોકના વાસી કર્યા સિવાય જો કાર્ય આરંભ થશે તો તેમાં ઘણા વિઘ્નો નડશે. કાર્ય સફળ નહીં થાય.”

આ પછી પાર્વતીજીને થયું કે આટલું બધું થયું ત્યારે ઓખાએ મને ખબર કેમ ન આપી ?

અને તે અત્યારે ક્યાં છે ? આમ વિચારી પાર્વતીજીએ ઓખાને મોટા અવાજે બોલાવી અને મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી જતી ઓખા સામે આવી ઊભી રહી.

અને માતાજીને કહ્યું,“મા હું ગભરાઈ ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી.”

ઓખાની વાત સાંભળી પાર્વતીજીને ક્રોધ આવ્યો અને બોલ્યા,“તને તારો જીવ તારા ભાઈના કરતા વધારે વાલો લાગ્યો ? મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ ? જા તારું આંખુ સરીર મીઠામાં ઓગળી જશે અન તારો જન્મ રાક્ષસ કુળમાં થશે.”

ઓખા તો રડવા લાગી…માતાજીને કહેવા લાગી મા મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો.

ભગવાને પાર્વતીજીને કહ્યું,“બાળક બુદ્ધિમાં આમ થયું છે.

બીકના લીધે ઓખા સંતાઈ ગઈ, માટે તેના શાપનું નિવારણ તમે જ બતાવો.

” માતાજીને પણ દુ:ખ થયું પછી એમણે કહ્યું,“બેટા ! મારો શાપ મિથ્યા થશે નહીં.

માટે તારે ભોગવવો જ રહ્યો, પણ જા હું વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં જમીશ પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે અને આ ચૈત્ર માસ ચાલે છે.

આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલૂણા વ્રત કરશે તે નિરોગી થશે અને તે તારું ચરિત્ર ગાશે તથા તેઓ લાંબુ આયુષ્ય ભોગવી અને શિવલોકને પામશે.”

પછી તો માતાજીના શાપને લઈને ઓખા મીઠામાં ઓગળી ગઈ. બાણાસુર રાક્ષસના ત્યાં તેનો જન્મ થયો.

મોટી થતાં પ્રધાનપુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયાં.

આમ અનિરુદ્ધ સાથે આનંદમાં જીવન વીતાવી અંતે શિવલોક આવ્યાં.

હે મા પાર્વતી ! આપ જેવા સર્વેને સુખી કર્યા તેવા અલૂણા વ્રત કરનારને ફળજો, સુખી કરજો, સૌભાગ્ય આપજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *