સત્યનારાયણની કથા | Satyanarayan Vrat Katha In Gujarati

સત્યનારાયણ વ્રતની વિધી

કોઈ પણ શુભ દિવસે આ વ્રત થઈ શકે છે.

પૂનમના દિવસે કરાય તો વધુ ઉત્તમ.

વ્રત કરનારે આખો દિવસ ઉપવાસ કરવો.

બ્રાહ્મણ પાસે સત્યનારાયણ પ્રભુની સ્થાપના કરાવી પછી બ્રહ્મ મુખે વ્રત માત્મ્ય કથા વગેરે સાંભળવી.

કથા પૂર્ણ થયે દહીં, ફળ તથા સવાશેર રવાના લોટના શીરાનો પ્રસાદ વહેંચવો.

આ વ્રતના પ્રતાપે સર્વ મનોરથ પૂર્ણ થાય છે.

સત્યનારાયણ ની વ્રતકથા/વાર્તા

વાર્તા: મૃત્યુ લોકના ભ્રમણ અર્થે આવેલા દેવર્ષિ નારદે માનવોને દુઃખમાં સબડતાં, અધર્મમાં ગળાડૂબ, સત્યને ભુલી ગયેલાં જોયાં.

તેથી દેવિર્ષ નારદને પારાવાર દુ:ખ થયું તરત જ તેઓ ક્ષીર સાગરે શેષનાગ પર શયન કરતાં વિષ્ણુ પાસે જઈ.

મનુષ્યના દુઃખોનું નિવારણ પૂછવા લાગ્યા ત્યારે વિષ્ણુ બોલ્યા.

હે દેવર્ષિ ! પૂનમના દિવસે જે મનુષ્ય વિધિવત સત્યનારાયણનું વ્રત કરી સત્યના માર્ગે ચાલશે તેના સર્વ દુઃખ દૂર થશે.

વ્રતની વિધિ જાણી દેવિષ નારદે જગતનાં માનવીઓને સંદેશ આપ્યો કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી સત્યના માર્ગે ચાલનારાના સર્વ સંકટ દૂર થાય છે.

॥ જય સત્યનારાયણ ભગવાન |

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *