વટસાવિત્રી વ્રત કથા | Vat Savitri Vrat Katha In Gujarati

વ્રત 19 મે 2023, શુક્રવાર ના દિવસે ઉજવવામાં આવે છે.

વટસાવિત્રી વ્રત વિધિ

જેઠ માસ આવે…સુદ તેરસ આવે…બસ આ દિવસથી ‘વટ સાવિત્રી’નું વ્રત લેવાનું.

તેરસથી પૂનમ સુધી…ત્રણ દિવસે પૂરું થાય…સવારે નાહી ધોઈને કાચા સુતરને લઈને અબીલ, ગુલાલ, ચોખા, કંકુ લઈ વડનું પૂજન કરી.

સૂતરના તાંતણા હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરવી.

ત્રણ દિવસ નકોડા ઉપવાસ કરવા પછી સાવિત્રીમાંનું પૂજન કરવું. આમ પાંચ વર્ષ સુધી વ્રત કરવું એક વર્ષમાં ૧૨ પૂનમ આવે. અધિકમાસ હોય તો ૧૩ પૂનમ આવે.

આ બારે પૂનમે ઉપવાસ કરવાનો અને વર્ષના અંતે ૧૨મી પૂનમે ઉપર બતાવ્યા મુજબ વડનું પૂજન કરવું.

વટસાવિત્રી વ્રત કથા/વાર્તા

અશ્વપતિ નામે એક રાજા હતો. તેની રાણીનું નામ માલવી હતું.

આ બેઉ રાજા-રાણી ભક્તિવાન, દયાળુ, દાનેશ્વરી હતાં. પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા.

તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે. તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુ એ આટલું બધું સુખ આપ્યું છે.

કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા.

રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વસન આપે પણ રાણીનું મન માનતું નથી.

એક દિવસ રાજાએ માલવીને કહ્યું, “રાણી ! આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું.

અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે.” આમ કહી રાજા તો ચાલ્યો.

દૂર દૂર જતાં જંગલ આવ્યું. જંગલમાં એક જગાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું.

રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું,“રાજન !

તારી ઈચ્છા શું છે ?

તે હું જાણું છું, પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે.”

આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંતરધ્યાન થઈ ગયા.

રાજાને તા હરખનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલે આવ્યો.

રાણીને બધી વાત કહી સમયને જતાં કાંઈ વાર લાગે છે ?

નવ માસ પૂરા થયા છે.

રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો.

રાજા અને રાણીએ આ કન્યા મા સાવિત્રીના આશીર્વાદથી મળે હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું.

સાવિત્રી તો દિવસે ના વધે તેટલી રાત્રે વધે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે. જોતજોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યો.

તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું,“બેટા !

તું ઉંમર લાયક થઈ છે. છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગુ આવ્યું નથી. તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધી લગ્ન કર.”

પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાટન કરવા નીકળી પતિની શોધમાં ફરતાં ફરતાં એક જંગલમાં જ્યાં રાજા ધુમસેન અને તેની રાણી શૈય્યા તથા પુત્ર સત્યાવાન રહેતા હતાં. ત્યાં આવી પહોંચી.

ધુમસેન આંખે અંધ હતો.

સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આજ મારો જીવનસાથી.

પ્રધાનને વાત કરી પ્રધાને રાજા મસેનને વાત કરી. સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વે વાતની જાણ કરી, પોતાની ઈચ્છા બતાવી.

આ વાતને થોડા દિવસો થઈ ગયા. એક દિવસ રાજા બેઠાં હતાં.

ત્યાં તો નારદજી કરતાલ તંબૂરો વગાડતાં નારાયણ… નારાયણના જાપ જપતાં આવ્યાં.

રાજાએ તેમને પ્રણામ કર્યા. આસન પર બિરાજવાનું કહ્યું. નારદજીએ આસન ઉપર સ્થાન લીધું.

એજ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી. તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા.

નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું.

ત્યારે સાવિત્રીએ જ નમ્રભાવે પોતાની વાત કરી.

સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું,“રાજન ! સાવિત્રીએ પોતાને યોગ્ય વર શોધ્યો છે…” પણ…પણ…દેવર્ષિ બોલતાં કેમ અટકી ગયાં ?

કાંઈ છે જરૂર આપ જો નહિ કહો તો મને મનમાં ઉચાટ થશે માટે સત્ય વાત જણાવો દેવર્ષિ રાજાએ કહ્યું.

તો સાંભળ રાજન ધુમસેનનાં પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે.

આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યું થશે. બસ એટલા માટે જ હું અટક્યો હતો.

પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો.

ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી. ભગવાન નારાયણ સહુનું કલ્યાણ કરો. આટલું કહી નારદજી તો નારાયણ…નારાયણ.. કહેતાં ચાલ્યાંદેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ.

તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યાં. સાવિત્રી તો પાતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ- સસરાની અજ્ઞા લઈને જાય છે.

જેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતે સાથે જ હોય.

આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે. સાવિત્રી પણ સાથે જ છે.

સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો, અને જ્યાં કુઘડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યાં અને તે નીચે પડી ગયો.

સત્યવાનને નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી. સત્યવાનનું માથું ખોળામાં લઈને એ રડવા લાગી. સત્યવાનનું શરીર ઠંડું પડવા લાગ્યું.

એવામાં સાવિત્રીએ જોયું કે મહા બળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે. તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યું ધારા છે.

જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ. અરે આ તો યમરાજા !

અને તે બોલી ઊઠી, યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારાં દૂતો આવે છે, પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું ?

સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા,“બેટી સત્યાવાન એક સત્યપુરુષ છે. નીતિવાન છે, ધર્મિષ્ઠ છે, માટે તેના પ્રાણ લઈ શકવાનુ મારા દૂતોનું ગજું નહિ તેથી હું જાતે આવ્યો છું.”

આટલું કહેતાં તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યું પાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેનાં શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ (પ્રાણને લઈ) યમરાજા ચાલવા માંડ્યા.

યમરાજાને જતાં જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા, “દીરકી તું ઘણી આગળ આવી ગઈ છે .

હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી. હવે તારાથી મારી પાછળ ન અવાય.”

સાવિત્રીએ કહ્યું કે,“પ્રભુ ! મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દૃષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને આપે મને દીકરી કહી છે.

તેથી દીકરી બાપની પાછળ આવવાને હક્કાર છે. એ ધ્રુવે હું પાછળ પાછળ આવીશ. મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે, અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ !

એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો ?’

સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણાં ખુશ થયા અને બોલ્યા,“બેટા !

તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી ! તું મારી પાસેથી જે જોઈએ તે વરઘન માંગ અને પછો પાછી વળ.

“ખરેખર મહારાજ ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું માગું છું કે મારા અંધ સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય.” સાવિત્રી બોલી.

“તથાસ્તુ બેટા !

હવે તું પાછી વળી જા”આમ કહી યમરાજા ચાલતા થયાં પણ થોડે દૂર ગયાં અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી. તેને જોઈને યમરાજાએ કહ્યું,“દીકરી !

આગળ જતાં રસ્તો ઘણો કણ છે અને તેથી ખૂબ થાકી જઈશ.

માટે પાછી વળ.

યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે, “ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલુ રાજપાટ તથા સુ સાહ્યબી પાછી મળે.મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરઘન આપો.”

“તથાસ્તુ” પરંતુ હવે દીકરી મારું માની પાછી વળયમરાજા બોલ્યા.

“મહારાજ !

આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સાય કરવો અને આપતો મને જવાનું કહો છો, તો હું કેમ જાઉં.” સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું,“દિકરી !

આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહી માટે તારા પતિના આત્મા (જીવ) સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માંગી લે અને પછી જા.”

આ સાંભળી સાવિત્રી બોલી,“હે યમરાજ ! આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો.

સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથાસ્તું !

દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ. સાવિત્રી બોલી,“મહારાજ ! હવે તો મારાથી પાછા જવાય જ નહીં. કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ થાય. તેવું વરદન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે.

મારા પતિને તો આપ લઈ જાવ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું ? શું આપનું આપેલું વચન મિથ્યા જશે ?”

યમરાજા બોલ્યા,‘સાવિત્રી, તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતિત્વની સામે મારી આજે હાર થઈ છે. દીકરી મારું આપેલું વચન કાપિ મિથ્યા થાય નહિ.

માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા.

અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું.

માટે જા સુખી થા મારું વચન છે કલ્યાણસ્તુ” કહી યમરાજા અંતર ધ્યાન થયા. સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવીતેના મસ્તકને પોતાની ગોદમાં લઈ મા વ્રતકથા વાર્તામ સાવિત્રીનું રટણ કરવ ખોલી લાગી અને થોડીવારમાં તો તેનો પતિ સત્યવાન આંખો અને સાવિત્રીને કહ્યું,

“સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી,

પણ તે એને રોક્યો અ મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી,“નાથ ! તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું.

અને સાવિત્રીએ બનેલી વાત કહી” પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા.

આ તરફ સત્યવાનના માતા-પિતાને ચિંતા થવા લાગી કે હજુય દીકરોને વહુ ન આવ્યા. દીકરા વહુને શોધવા ધુમસેન નીકળ્યા અને ચાલતાં ચાલતાં રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ.

તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. સામેથી દીકરોને વહું આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યાં અને તેમને લઈને ઘરે આવ્યાં. ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી.

સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા, ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો, એટલામાં તો ધુમસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે,“મહારાજ !

જે રાજા સામે આપણી હાર થઈ હતી, અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યું થયુ છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે. માટે આપને હું લેવા આવ્યો છું.”

મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રીને સો પુત્ર થયા એ તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો.

આમ સર્વે વાતે આનંદ મંગલ થયો.

હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યાં તેવાં આપનું વ્રત કરનારને, સાંભળનારને, વ્રતની કથા કહેનારને ફળજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *