સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા | Siddheswar Mahadev Vrat Katha In Gujarati

સિદ્ધેશ્વર મહાદેવની વ્રતની વિધિ

સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે.

આ વ્રત દર સોમવારે કરવાનું. એકે સોમવાર પાડવો નહિ.

વ્રતનું ફળ મળે નહિ ત્યાં સુધી આ વ્રત કરવું.

આ વ્રતમાં શિવજીની પૂજા કરવી.

એકટાણું કરવું.

સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા/વાર્તા

એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિમુનિઓ પે એ આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે.

તપસ્વી મુનિઓ ઊંચા આસને બિરાજમાન છે.

શિષ્યો આવી આવીને ઋષિમુનિઓને દંડવત્ પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે.

બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યો : “હે મહાતપસ્વીઓ ! આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે ?” માતપસ્વીઓ બોલ્યા : “હે મુનિગણો ! ખુશીથી પૂછો.

અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું.” “હે ગુરુજી ! આ મૃત્યુલોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મનની આશાઓ ફળે, ઈશ્વરભક્તિ થાય ને જીવનના અંતમાં મોક્ષ મળે ?”

શિષ્યગણનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા.

થોડીવાર મનમાં કાંઈક ચિંતન કરી બોલ્યા : “આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાનાં કર્મોને કારણે દુ:ખી થતાં હોય છે તથા અનેક પ્રકારના આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પડે છે.

આનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે. આ સંસારનાં વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા, એનો નાશ કરવા તથા સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત ” “હે મુનિવર્ય !

આ વ્રત શી રીતે કરાય તે અમને જણાવો.”

“હે શિષ્યો ! આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે.

પ્રાતઃકાળમાં સ્નાનાદિથી પરવારી ભગવાનના પવિત્ર પૂજાસ્થાને ગૌમૂત્ર છાંટીને ત્યાં પાટલો મૂકવો.

તેની ઉપર સ્વચ્છ શ્વેત વસ્ત્ર પાથવું. તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી.

આ તસવીરની પાછળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂકો.

તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું.

આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કહેવું, હે શિવજી, અહીં પધારો.

પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘીનો દિવો કરવો.

પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અનેગોળ પ્રસાદી તરીકે મૂકવા.

આ પ્રસાદના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશ પર ઢાંકી દ્યે.

પછી સ્થાપનાની આગળ પલાંઠી વાળીને બેસો.

પછી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી.

‘ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો.

નક્કી કરેલી માળા પૂરી થતાં ઘીના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી.

આરતી બાદ કળશમાંનું પાણી તુલસી ક્યારે અથવા વડ કે પીપળાના ઝાડે રેડી દેવું.

વાટકામાં રાખેલ પ્રસાદ બધાને વહેંચી દેવો.

જ્યારે રકાબીમાં રાખેલ પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી દેવો.

પાણીના કળશમાં મૂકેલું તુલસીનું પાન એકટાણુ કરતાં પહેલાં ખાઈ લેવું.

આ રીતે દર સોમવારે આ વ્રત કરવું. એકેય સોમવાર પડવા દેવો નહિ.

જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજી કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું, પણ આ વ્રત પાડવું નહિ.

આ વ્રતનું ફળ અચૂક મળે છે, એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહિ ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું.

આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી.

કળશની આગળ શ્રીફળ મૂકવું.

રસોઈમાં ગમે તે એક મિષ્ટાન્ન બનાવી સ્થાપનાની આગળ મૂકવું.

પૂજનવિધિ બાદ પાંચ નાનાં બાળકોને જમાડવાં.

આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ ચીજવસ્તુ જેવી કે રબર, પેન્સિલ, ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી, રોકડા પૈસા આપવા નહીં.

વ્રત કરનારે બાળકોને જમાડ્યા બાદ એકટાણું કરવું.

પછી સ્થાપનામાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિર મૂકી આવવું અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી.

શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાની ભક્તોમાં લગ્રણી કરવી.

ઉજવણીની રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા અથવા શિવને લગતાં પુસ્તકોનું અધ્યયન કરવું.

જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા-ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે.

સંતાનવિહોણાં બહેનોને પુત્રપ્રાપ્તિ થાય છે. ગૃહસ્થી જીવનવાળાને સુખ-શાંતિ મળે અને કુંવારી કન્યાને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *