સાંઈબાબાની વ્રત કથા | Sai Baba Vrat Katha In Gujarati
સાંઈબાબા વ્રતની વિધી
આ વ્રત કોઈપણ ગુરુવારથી કરી શકાય છે.
આ વ્રત કોઈપણ વર્ણની વ્યક્તિ-સ્ત્રી, પુરુષ કે બાળક કરી શકે છે.
આ વ્રત સાત, નવ, એકવીસ કે એકાવન ગુરુવાર કરવાનો સંકલ્પ લઈ શકાય છે. વ્રત યંત્રવત્ ન કરતાં પૂરી શ્રદ્ધા અને સબૂરી સાથે કરો.
આ વ્રત શ્રદ્ધા સાથે વિધિવત્ કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે, તેમાં જરાય શંકા રાખશો નહિ. કોઈ કારણસર વ્રત ન થઈ શકે તો તે ગુરુવારને ગણતરીમાં ન લઈ સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા કરવા.
બહારગામ જવાનું થાય તોપણ વ્રત કરવું.
તે દિવસે પૂજન-અર્ચન ન થઈ શકે તો સતત સાંઈબાબનું નામસ્મરણ કરવું.
વ્રતમાં ચા-દૂધ-ફળ લેવાં. એકટાણામાં ખિચડી, ભાજી, દહીં કે છાશ લેવાં.
સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા થતા ઉજવણું કરવું.
ગુરુવારે પ્રાત:કાળે પથારીમાંથી ઉઠતાવેંત શ્રી સાંઈબાબનું સ્મરણ કરવું.
પ્રથમ દીપ પ્રગટાવી ફોટો કે મૂર્તિમાં સાંઈબાબાના કપાળેકંકુનો ચાંલ્લો કરો.
પીળું ફૂલ કે હાર ચઢાવો. અગરબત્તી પ્રગટાવો.
પછી સાંઈબાબાનું પૂજન-અર્ચન કરો. પૂજન-અર્ચન વેળાએ વ્રતધારકે પ્રથમ વ્રતકથા વાંચવી.
પ્રસાદમાં કોઈપણ ફળ, દૂધ, સાકર કે સાકરિયા ધરાવો અગર ખીચડી, ભાજી, દહીંનો થાળ ધરાવો.
તે વખતે તેમનો થાળ ગાવો.
પૂજાવિધિ પૂર્ણ થતા તે પ્રસાદ બાળકો અને ભાવિકજનોને વહેંચો. તમે પણ પ્રસાદ અને ઉદી ગ્રહણ કરો.
સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવું. તે દિવસે વ્રત લેનારે ગણેશપૂજા, દત્તપૂજા કર્યા પછી બાબાની પંચોપચાર વિધિથી પૂજા કરવી. તેમને નેવેદ્ય ચઢાવવું.
નૈવેદ્યમાં ખીચડી, ભાજી કે દર્દી રાખવી. પાંચ કે અગિયાર ભૂખ્યા ગરીબ- ગુરબાને કે બાળકોને ભોજન કરાવવું.
સાંઈવ્રત કથા
વિજયભાઈ અને સુનીતાબેન શહેરમાં રહેતાં હતાં.
તમને એકબીજા માટે ખૂબ લાગણી હતી.
પણ વિજયભાઈનો સ્વભાવ કજિયાળો હતો અને બોલવાનું તેમને ભાન રહેતું નહીં.
આડોશી- પાડોશી તેમના કકળાટથી ત્રાસી ગયા હતા.
સુનીતાબેન ખૂબ જ ધર્મ પરાયણ સ્ત્રી. ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતી અને મૂંગે મોઢે સહન કરતી.
ધીમે ધીમે તેમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો.
કમાણી કંઈ થતી નહીં આખો દિવસ ઘરે રહેતાં તેથી તેમનો સ્વભાવ ચિડીયો પણ થઈ ગયો હતો.
એકવાર બપોરનો સમય હતો. એક વૃદ્ધ સાધુ મહારાજ બારણે આવી ઊભા રહ્યા.
મોઢા ઉપર ગજબનું તેજ હતું. તેમણે દાળ ચોખાની માંગણી કરી.
સુનીતાબેને દાળ-ચોખા આપ્યાં અને બે હાથથી નમન કર્યા.
તેમણે કહ્યું કે સાંઈ સુખી રાખે અને સુનીતાબેન બોલ્યાં, મહારાજ, સુખ નસીબમાં જ નથી અને પોતાના દુ:ખો કહી સંભળાવ્યાં.’
મહરાજે શ્રી સાંઈબાબાના વ્રત વિશે વાત કરી. ૯ ગુરૂવાર નકોરડા (ફળાહાર કરવું) અથવા એકટાણું કરવું. બને તો ૯ ગુરૂવાર સાંઈબાબાન મંદિરમાં દર્શન કરવા અને ઘરમાં સાંઈબાબાની પૂજા કરવી.
૯મા ગુરૂવારે સાંઈવ્રતનું ઉજવણું કરવું તેમાં ૫ ગરીબોને જમાડવા (ભોજન આપવું.) સાંઈવ્રતની ચોપડીઓ ૫, ૧૧, ૨૧ યથાશક્તિ લોકોને ભેટ આપવી. તેથી બધી મનોકામના પૂર્ણ થાય છે.
આ વ્રત કળિયુગમાં ચમત્કારિક વ્રત છે. તે દરેકને ફળ્યા વિના રહેતું નથી.
પણ સાંઈબાબા પર શ્રદ્ધા રાખવી જરૂરી છે.
તે માટે ધીરજ રાખવી. સાંઈથાની ચોપડીઓ લોકોને આપી.
જે સાંઈ મહિમા ફેલાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે.
સુનીતાબેને પણ ગુરૂવારનું વ્રત લીધું.
મા ગુરૂવાર ગરીબોને ભોજન આપ્યું.
સાંઈકથાની ચોપડીઓ ભેટ કરી તેથી તેમના ઘરમાંથી કકળાટ દૂર થયો.
ઘરમાં ખૂબ સુખ શાંતિ થઈ ગઈ. વિજયભાઈનો સ્વભાવ જ બદલાઈ ગયો
એન તેમનો ધંધો ફરીથી ચાલતો થયો. થાય જે કુળ સુખ સમૃદ્ધિ વધી ગઈ.
બંને પતિ-પત્ની સુખેથી રહેવા લાગ્યાં.
એક ગિ સુનીતાબેનનાં પાટણથી બેન અને બનેવી આવ્યા.
ખબતને કહ્યું કે તેમનાં બાળક ભણતાં નથી.
ના કામ થાય છે સુનીતાબેને ૯ ગુરૂવારનું વ્રત કહી સંભળાવ્યું.
સાંઈબાબાનાં ભક્તિથી વિદ્યા અભ્યાસ કરી શકશે.
સાંઇબાબા પર વિશ્રામ રાખવો સાંઈ દરેકની સહાય કરે છે અને તેમની બહેને એ વ્રત વિષે જરૂરી વિગતો જણાવવા કહ્યું, સુનીતાબેને કહ્યું ગુરૂવાર કરવા તેમાં નકોરડા (દૂધ, ફળ, મીઠાઇ) ખાઇને કરી શકાય અથવા એકટાણું કરી ને પણ થઇ શકે અને ૯ ગુરૂવાર સાંઈબાબાના મંદિરે દર્શન માટે બને તો જવાનું કહ્યું આ વ્રત સ્ત્રી પુરુષ બાળક કોઈ પણ કરી શકે.
૯મા ગુરૂવારે ગરીબોને ભોજન આપવું.
સાંઈવ્રત કથાની ચોપડીઓ સગા, સંબંધી, આડોશી-પાડેલીકે, કોઈને પણ આપી શકાય.
૯ ગુરૂવાર સાંઈ ફોટાની પૂજા કરવી. પીળું ફુલ ધ્રુવો અગરબત્તી કરવા સાંઈબાબાના નામનું સ્મરણ કરતું રહેવું પછી પ્રસાદ ધરાવી આરતી કરવી.
સાંઈવ્રત કથા કરવી.
તેમનાં બહેન રેખા થોડા દિવસમાં જ પાટણ ગયા પછી તેમનો પત્ર આવ્યો કે એમનાં બાળકો પણ સાંઈવ્રત કરવા લાગ્યા છે અને હવે ઉજવણું કરી વ્રતની ચોપડીઓ તેમને તેમની ઓફિસમાં બધાને આપી હતી.
અને તે વિશે લખી જણાવ્યું કે તેમના બહેનપણી ચારુબેનની દીકરીના લગ્ન સાંઈવ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા. તેમ જ તેમના પડોશીનો દાગીનાનો ડબ્બો ગૂમ થઈ ગયો હતો.
તે બે મહિના પછી દાગીનાનો ભરેલો ડબ્બો કોઈ પાછું મૂકી ગયું હતું. તેવો અદ્ભૂત ચમત્કાર થયો.