નાગ પાંચમ વ્રત કથા અને પૂજા વિધિ | Nag Panchami Vrat Katha In Gujarati

નાગ પાંચમ પૂજા વિધિ

શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું.

ઘીનો દિવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ, એક વખત જમીને આ વ્રત કરવું, બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું. વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી.

નાગ પંચમી વ્રત કથા/વાર્તા

એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને સાત દિકરા હતાં.

છ દિકરા મોટા હતા. તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું.

પૈસા ટકાની રેલમછેલ હતી. સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણા-ટોણાં મારે, વાતવાતમાં વાંધા વચકા પાડે અને આમ

નાની વહુને દુ:ખ દે. બધાના જમ્યા પછી એઠું-જૂઠું જમવાનું આપે.

નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતાં હતા. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો.

નાની વહુ ગર્ભવતી થઈ. એને જેમ જેમ દિવસો પસાર થતાં ગયા.

નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનુ મન થાય, પણ કોણ ખાવા આપે ? ઘરમાં બધા તેના દુશ્મન.

એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે.

નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી.

ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો. પણ નાની વહુની સામે કોઈએ જોયું નહિં.

બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠેરો જ આવ્યો.

સાસુએ કહ્યું, ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ.

પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ.

મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી.

એ રાફડામા નાગણી રહેતી હતી.

તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતાં તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ, અને બહાર આવી પોપડા ખાઈ ગઈ.

નાની વહુએ વાટકો ખાલી જોતાં માથું ફૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી.

બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં ? હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો.

એવા આશીર્વાદ બોલી.

રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતાં ખુશ થતી બાર આવી અને બોલી, બહેન ! તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે ! તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે ? નાની વહુએ રડતાં રડતાં નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી.’

નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં, આજથી હું તારી મા, આજથી મને તારી મા ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહિ.

તારો ખોળો ભરવા અમે બેય આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મકોલાવજે.

નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ના રહ્યો.

દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો.

નાની વહુએ પોતાની સાસુને ઘણાં કાલા વાલા કરી, કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી, જાઉં છું.

મારી આબરું રાખજે. એમ કીને નાની વહુ તો પાછી પોતાને ઘરે ગઈ છે.

ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું. ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહું ઘેર આવ્યા છે.

આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરીયા તો બહુ પૈસાવાળા છે. કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ! ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા.

સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો.

દિકરો તો રાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી વિાય છે અને તેના બચ્ચાં મોટા

થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટી વાગી .

ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ (નાગના બચ્ચા) દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે.

એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે.

દૂધ જી ગરમ ગરમ છે. નાની વહુ કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે, તે ભખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટી પાસે રમકડું સમજીને જાય છે અને તેના પ્રથે ઘંટડી વાગે છે.

તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો ઘડી જાય છે અને કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાંઓમાં કોઈ ખાંડીયા થઈ ગયા છે કોઈ બાંડીયા થઈ ગયા છે.

નાગણી નાની વહુને પૂછે છે, આ કોણે કર્યું ? ત્યારે નાની વહુ રડતાં રડતાં બધી વાત કરે છે.

નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચાં મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરીને બદલો લઈશું. આમને આમ ઘણો સમય પસાર થાય છે.

પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદ્યય કરે છે. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરીયા મોઢામાં આંગળા નાખી ગયા.

એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે, બહેન ક્યાં ગઈ છે ? સાસુ કહે છે, પાણી ભરવાગઈ છે.

નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વ પાણી ભરીને આવે છે અને પાણિયારામાં જ તે બચ્ચાં સંતાઈને બેસે છે અને તેઓ વિચારે ચે કે બહેન પાણિયારામાં બેડું મૂકવા આવશ એટલે આપણે તેને દેશ દઈ દેશું.

નાની વહુ પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢાંમાંથી સરી પડે છે. કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને.

આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુ:ખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે.

સાસરામાં નાની વહુ માનીતી થઈ. તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી.

એક દિવસ નાની વહુના છોકરાએ જેશ્રેણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો.

તું તો મોટા ઘરનો છે. તારી માને કહે વાડે ભેંસો બંધાવે.

નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાંની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસ (એકસો ચાલીસ) દુઝણી ભેંસ મોકલી.

શ્યામાએ જરાકેય રોષ રાખ્યા વગર અધૂ ભેંસો જેઠાણીઓને આપી દીધી.

એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સોની માનીતી બની ગઈ.

હે નાગદેવતા ! હે નાગમાતા ! જેના નાની વહુને ફળ્યાં એવાં વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો.

॥ ૐ નમઃ શિવાય ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *