સંતોષી માતા વ્રત કથા | Santoshi Mata Vrat Katha In Gujarati

સંતોષી માતા વ્રત ની વિધિ

સંતોષીમાંનું વ્રત ગમે તે શુક્રવારથી લેવાય છે વ્રત કરનારે વહેલા ઊઠીને નાહી ધોઈને પવિત્ર થઈ એક કળશમાં સ્વચ્છ જળ ભરી તેના ઉપર વાટકી રાખી તેમાં ગોળ ચણા રાખવા. આ રીતે કુંભનું સ્થાપન કરવું.

ત્યારબાદ સેનોષીમાના નામનો દીવો કરી માની વાર્તા સાંભળવી અથવા હેરી.

વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા. વાર્તા સાંભળતી વખતે મનમાં, જય સંતોષીમાં’ તેમ બોલ્યાં કરવું,

વાર્તા પૂરી થયે હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકામાંના ગોળ ચણા સર્વેને પ્રસાદ તરીકે વહેંચી દેવા

સંતોષી માતા વ્રત કથા/વાર્તા

એક ગામમાં એક ડોશી રહેતી હતી. તેન સાત દિકરા હ્તા. સાતેય દીકરાને પરણાવી દીધેલા.

ઘરમાં રૂમઝૂમ કરની સાતે વહુઓ ફરતી હતી. આ ડોશીને છ દીકરાં વહલા તા અને સાતમો સૌથી નાન કરો અળખામણો હતો. તેનું નામ ગોવિંદ હતું.

ડેશી યે દિકરાને સારી રીતે જમાડે અને જહું સાતમાં દીકરાને આપે. સાતમા દીકરાની વહું આ બધું જોયા

કરે અને મનમાં બળ્યા કરે. એક દિવસ તેણે પોતાના પતિને એકાંતમાં કહ્યું,“તમને એક વાત કહેવી છે, પરંતુ કહેતા મારી જીભ ઉપડતી નથી.”

ત્યારે ગોવિંદે કહ્યું કે,“તું જે હોય તે મને સત્ય વાત ન કરે તો તને મારા સમ છે.” ત્યારે ગોમતીએ કહ્યું કે,“બા તમને બધાનુ એઠું જૂઠું જમાડે છે તે મારાથી જોવાતું નથી.” ત્યારે ગોવિંદે કહ્યું,“જા જા ગાંડી, બા તે વળી એવું કરતી હશે !”

ત્યારે ગોમતીએ કહ્યું કે,“હવે તો તમને નજરો નજર બતાવું.” એવામાં તહેવારોના દિવસો આવ્યા. તેથી ગરમાં જાતજાતની રસોઈ બાનવી અને ભાતભાતના પકવાન બનાવ્યા હતાં.

તેથી છએ દીકરાને સારી રીતે જમાડે છે આ બધું નાનો ગોવિંદ બાજુના ઓર૩માં છુપાઈને જોઈ રહ્યો હતો.

છ દીકરાઓ જમી ઉઠ્યા બાદ વધ્યું ઘટ્યું એક થાળીમાં ભેગું કરી એ ગોવિંદને કહ્યું, “ચાલ, બેટા જી લે” ત્યારે માનો જીવ ન દુભાય તેથી ગોવિંદે કહ્યું કે,“મા મારું શરરી સારુ નથી, મારે નથી ખાવું.”

અમ કર્યું. તેની પત્ની વાડામાં છાણાં થાપવા ગઈ હતી.

તેની પાછળ ગર્યો અને કહ્યું કે, તારી વાત સાચી છે માટે હવે બહુગામ નસીબ અજમાવવા જવું છે. જ્યારે ભગવાન બે પૈસા આપો અરે પાછો આવીશ. માટે મને તું રજા આપ.

ત્યારે ગોમતીએ કહ્યું, “તમે જાઓ પરંતુ તમારી કાંઈક નિશાની આપતા

જાઓ.” ત્યારે ગોવિંદે આંગળી ઉપરથી વીંટી ઉતારી ગોમતીને આપી અને કહ્યું,“તું મને તારી કાંઈક નિશાની આપ.”

ત્યારે ગોમતી બોલી મારી પાસે આપવા જેવુ શું છે પણ લો આ મારા જમણા હાથનો થાપો તમારા અંગરખા ઉપર પાડું છું.

એમ કહીને તે છાણવાળો હથનો પંજો અંગરખા ઉપર થાપ્યો અને કહ્યું કે,“ભગવાન તમારી રક્ષા કરે, તમારે મારી ચિંતા કરવી નહી.”

પછી ગોવિંદ પોતાની મા પાસે આવીને કહે છે કે,“બા હું બહાર ગામ નસીબ અજમાવવા જાઉં છું.” ત્યારે ડોશીએ કહ્યું, “કાલ જતો હોય તો આજની અને આજ જતો હોય તો તો હમણાં જા.”

આ સાંભળી ગોવિંદને ખૂબ જ દુઃખ લાગ્યું. તે પોતાનું નસીબ અજમાવવા ચાલી નીકળ્યો.

એક પછી એક ગામ વટાવતો તે એક મોટા શહેરમાં આવ્યો.અને એક શેઠની દુકાને જઈ કહેવા લાગ્યો.

મને નોકરીએ રાખશો ? ત્યારે કોઈ પૂર્વ ભવની લેણાદેણીને લીધે શેઠને તેના ઉપર દયા આવી અને ગોવિંદને નોકરીએ રાખી લીધો.

તેની કામ કરવાની ધગશ જોઈ શેઠે તેને પેઢીનો મુનિમ બનાવ્યો.

થોડા સમય બાદ તેનું કામ મહેનત અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીનો ભાગીદાર બનાવ્યો અને ગોવિંદ શહેરમાં સુખરૂપ રહેલા લાગ્યો.

જ્યારે આ બાજુ ગોમતીની દશા દિવસે દિવસે બગડતી જતી હતી.

તેના સાસુ આખો દિવસ કામ કરાવે, લાકડા કાપવા મોકલે, વાસણ મંજાવે, છાણા વીણવા મોકલે, ઘરનું બધું કામ તેના માથે, ખાવામાં ચળામણનો રોટલો અને ભાંગેલા ઢીબડામાં પાણી આપે.

આ બધું ગોમતી મૂંગા મોઢે સહન કરતી દિવસો વિતાવતી.

એક દિવસ ગોમતી જંગલમાં લાકડા વીણવા ગઈ ત્યાં તેણે કેટલીક સ્ત્રીઓને પૂજા કરતી જોઈ અને તેણે ત્યાં જઈ કહ્યું કે“બને તમે કયું વ્રત કરો છો ?”

ત્યારે એક સ્ત્રી બોલી. બહેન અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ. ત્યારે ગોમતીએ કહ્યું,“એ

વંત શી રીતે થાય અને વ્રત કરવાપી શો વાળ થાય છે ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું કે,બહેન આ વ્રત ગમે તે શુકવાથી લઈ શકાય.

આ વ્રતમાં પાક્તિ શવા નાના, સવા પાંચ આનાના, સવા રૂપિયાના જેવી આપણી શક્તિ હોય તેટલા ગો ચણાં લાવવા. શુક્રવારે વડેલા ઊઠી નાહી ધોઈને માં સંતોષી માની મૂર્તિ કે છબીનું પાટલા ઉપર સ્થાપન કરવું.

એક જળ ભરેલો કળશ લઈ તેના ઉપર વાટકામાં ગોળ ચણા મૂકવા અને માની મૂતિ સામે ધીનો દીવો કરી હાથમાં ગોળચણા રાખી વાર્તા

કરવી. વાર્તા કરતી વખતે સંતોષીમાંનું રટણ મનમાં કર્યા કરવું. વાર્તા સાંભળી રહ્યા બાદ આરતી ઉતારી થાળ કરવો.

ત્યારબાદ કળશમાંના જળનો ઘરમાં ચારે બાજુ છંટકાવ કરવો અને વધેલાં જળને તુલસી ક્યારામાં રેડવું અને હાથમાં રાખેલા ગોળગણા ગાયને ખવરાવી દેવા અને વાટકાના ગોળચણા સર્વેને પ્રસાદ તરીકે વહેંચી દેવા.

આ વ્રત કરનારે એક વખત ભોજન કરવું અને ખટાશ ખાવી નહીં.

આ રીતે વ્રત કરવાથી માં દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે. આ વ્રત ત્રમ દિવસે, ત્રણ અઠવાડિયે, ત્રણ માસે અથવા ત્રણ વર્ષે ફળે છે.

ઉજવણામાં સવાશેર લોટની ઘીમાં તળેલી મોળી પુરી અથવા મોળા ખાજા અને વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું. આ બધું આઠ બાળકોને બોલાવી જમાડી દેવાનું.

કુટુંબના બાળકો હોય તો વધારે સારું અને કુટુંબના ન હોય તો આડોશી પાડોશી કે બ્રાહ્મણોના બાળકો પણ ચાલે. બાળકોને જમાડ્યા પછી દક્ષિણામાં રોકડ રકમ આપવી નહિ, પરંતુ ફળફળાદિ આપી બાળકોને વિદાય કરવા.

ઉજવણાના દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં.

આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, વાંઝિયાને પુત્ર મળે, કુંવારી કન્યાને મનગમતો પતિ મળે અને જેનો પતિ પરદેશ

ગયો હોય તે ક્ષેમકુશળ પાછો આવે. આ સાંભળી ગોમતીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને ગામમાં જઈ લાકડાનો ભારો વેચી તેના પૈસામાંથી ગોળ ચણા લઈ અને ઘેર આવી માને દીવો કરી પ્રાર્થના કરવા લાગી,“મા !

હું તો તારી અબુધ દીકરી કહેવાઉં. મા તારી ગરીબ દીકરી ઉપર દયા કરજે. મા મારું દુ:ખ તો તમે જાણો છો. મા એમાં તને શું કહેવાનું હોય ?”

આમ મા પાસે પોતાના દુ:ખની વાત કરી. આથી સંતોષીમાને તેના ઉપર દયા આવી અને તેજ દિવસે ગોવિંદનો ક્ષેમ કુશળતાનો ગોમતી ઉપર પત્ર આવ્યો. ત્રીજા શુક્રવારે તો ગોવિદે ગોમતી ઉપર પૈસા મોકલ્યાં.

આ જોઈ જેઠાણીઓને ખૂબ જ ઈર્ષા આવી તે ગોમતીને ચીડવવા લાગ. હવે તો ભાઈએ વહુના ઉપર કાગળો લખ્યાં અને પૈસા મોકલ્યાં. હવે તો વહુ મહેલે ચડીને બેસશે.

આ સાંભળી ગોમતીને ખૂબ જ લાગી આવ્યું તે માના મંદિરે જઈને ચરણોમાં આળોટી માને કહેવા લાગી,“મા મેં તને પેસા વિષે ક્યારે કહ્યું હતું, મારે તો મારા સૌભાગ્યનો આધાર જોઈએ છે.”

ત્યારે માં બોલ્યા,“દીકરી ! રડ નહીં, તારો પતિ થોડા દિવસોમાં કમાઈને ઘરે પાછો આવશે. ચિંતા કરીશ નહીં.” આ સાંભળી ગોમતી હર્ષથી ગાંડી થઈ માના ચરણોમાં નમન કરીને પોતાના ઘેર આવી.

મા વિચાર કરે છે કે ગોમતીને વચન તો આપ્યું પણ ગોવિંદ ઘેર આવશે શી રીતે તે તો વૈભવમાં રચ્યો પચ્યો રહે છે. તેની પત્નીને યાદ પણ કરતો નથી.

પછી માતાજીએ રાત્રે સ્વપ્નમાં ગોવિંદને કહ્યું કે ગોવિંદ તું ઊંઘે છે કે જાગે છે ?

ગોવિદે કહ્યું કે હું જાણું છું. ત્યારે માતાજીએ કહ્યું કે તારે કોઈ સગુ છે કે નહિ ?

ગોવિંદે કહ્યું કે, સગુ છે એટલે તો પત્ર લખ્યો અને પૈસા મોકલ્યા. ત્યારે માતાજી એ કહ્યું, તેને પૈસાની જરૂર નથી. તારી જરૂર છે. જલ્દી

ઘરે જા તેને તારા મા-બાપ ખુબ જ દુ:ખ દે છે. માતાની વાત સાંભળી ગોવિન્દે કહ્યું કે મા ઘેર શી રીતે જવું ?

અહિંયા તો મારે લેવડ-દેવડ ઘણી છે તે મૂકીને કેમ જવું ? ત્યારે મા બોલ્યા કે સવારે ઊઠી નાહી ધોઈને દુકાને જઈને

મા સંતોષીના નામનો દીવો કરજે તેથી લેણારો લેણું લઈ જશે

અને દેવાદારો દેવાની રકમ ભરપાઈ કરી જશે. બોલ કરીશ ને ?

હ્યુ મા, પછી ઘેર જજે. સવારે ઊઠીને શેઠને સ્વપ્નની વાત કરી !

સવારે વહેલા ઊઠી નાહી ધોઈને દુકાને જઈને સંતોષીમાનાં નામનો દીવો કરી પેઢીએ બેઠો. દેણદારો દેવું ભરી ગયા અને લેણદરો પોતાની નીકળતી રકમ લઈ ગયા.

પછી શેઠની પાસે ઘેર જવાની રજા માગી ત્યારે શેઠે રાજીખુશીથી રજા આપી અને શેઠે તેને ખૂબ ધન જ૨-જવેરાત આપી વિદાય કર્યો. ગોવિંદ પોતાને ગામ તરફ જવા રવાનો થયો.

આ બાજુ ગોમતી માના મંદિરમાં આવી મા સામે આળોટી કહેવા લાગી, માં મારી ધીરજનો અંત આવ્યો છે ત્યારે માએ કહ્યું કે, દી કરી આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર પાછો આવી રહ્યો છે તું લાકડાની ત્રણ ભાર લઈ આવ.

એમાંથી એક નદી તીરે મુકજે. બીજી મારા મંદિરે મૂકજે અને ત્રીજી ભારી તારા પતિ ઘેર આવ્યા પછી લઈને જજે અને તારી સાસુને કહે જે કે,

સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો,

ચળામણની ભાખરી ઘે, અને ભાંગેલી ટીમમાં પાણી દો.

આ સાંભળી તારો વર તારી ઉપર મોહિત થશે. ગોમતી આ સાંભળી ગાંડી ગાંડી થઈ ગઈ અને જલ્દી લાકડાની ત્રણ ભારી લઈ આવી. એક માના મંદિરે મૂકી. બીજી નદી તીરે મૂકી.

ત્રીજી ભારી લઈ પોતાના ઘરે ગઈ. ગોમતી ઘરે ગઈ ત્યારે તેનો પતિ હિંડોળા ખાટે બેઠો હતો. ગોમતીએ તો આંગણામાં જઈ

લાકડાનો ભારી નાંખીને કહ્યું કે,

સાસુજી જો સાસુજી લાકડાની ભારી લો,પણી ભાખરી છે, અને ભાંગેલી ટીમમાં પાણી દો. આ સાંભળી ગોવિંદ ઊભો થઈ ગયો અને કહ્યું કે તારી આવી શા કોણે કરી ?

ત્યારે તેની માતાએ કહ્યું કે, જોને દીકરા અમને વગોવવા ખાતર તારી વહુ કેવું કેવું બોલે છે. ત્યારે ગોવિંદે કે, આ તમે તો રોજ તેને ફુલે પૂજતા હશો, ક્યાં હું હતો.

ચારનું શરીર અને ક્યાં આ હડકાનો માળો, મા મારે તમારા સાથે રહેવું નથી. હવે હું તો જુદો રહીશ.

આમ કહી ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન લઈને રહેવા લાગ્યો. એક દિવસ ગોમતીએ પોતાના પતિને કહ્યું કે, મારે તો મા સંતોષીનું વ્રત છે. મને સંતોષીમાનું વ્રત ફળ્યું. જેથી તમે મને મળ્યા.

ત્યારે ગોવિંદે કહ્યું કે,મા મને સ્વપ્નમાં આવ્યા અને મારી આંખો ઉઘાડી. ગોમતીએ કહ્યું કે મારે વ્રત જવું છે. ગોવિંદે કહ્યું કે ખુશીથી ઉજવજે. તો હરખાતી ખાનો એણીના ઘેર જઈ કહેવા લાગી.

ભાભી, ભાભી કાલે છાને મારે ઘેર જમવા મોકલજો.

જેણીઓએ કહ્યું કે, શું છે ! ત્યારે ગોમતીએ કહ્યું કે, ચારે સંતોષીમાનું વ્રત ઉજવવું છે. જેઠાણીઓએ કહ્યું કે, ભલે આ છોકરાઓ જમવા આવશે.

પણ કહેતો ખરા પ્રસાદમાં તું શું બનાવવાની છે ત્યારે ગોમતીએ કહ્યું કે,“માના નિવેદ્યમાં ખટાશ ખરાય નહીં, ખીર, ખાજા અથવા મોળી પૂરી અને ચણાનું શાક બનાવવાનું છે.

તો જરૂરથી બાળકોને મોકલજો.”

ગોમતીના ગયા પછી જેઠાણીઓએ પોતાનાં બાળકોને કહ્યું કે કઢીના ઘરે જમવા જાવ ત્યારે જમતી વખતે ખટાશ માંગજો.

ખટાશ ન આપે તો વાપરવા પૈસા માંગજો અને તે પૈસામાંથી નાશ લઈને તેમના ઘરમાં બેસીને ખાજો.” છોકરાઓએ કહ્યું કેરાઇ આ અર્થે તેમ જ કરીશું.” છોકરાંઓ તો કાકીના ઘેર

જમવા ગયા. જમતા જમતા કહ્યું કે, કાકી કાંઈક ખાટું ખાવાનું આપોને આવા મોળા ખાજા તો નથી ભાવતા.’

ત્યારે ગોમતીએ કહ્યું કે,“આતો માનો પ્રસાદ છે. ખાટું ન ખવાય.”ત્યારે છોકરાઓ બોલ્યા,’તો અમોને વાપરવા પૈસા આપો.’ ત્યારે ગોમતીએ બધાં છોકરાઓને વાપરવા પૈસા આપ્યા. પછી છોકરાઓએ ખાધું ન ખાધું કરી ગાંધીને ત્યાંથી કાતરા લાવી તેના ઘરમાં બેસીને ખાધા.

આથી સંતોષીમા કોપાયમાન થયા અને ગોવિંદને રાજદરબારમાંથી તેડું આવ્યું. ગોવિંદને પકડીને લઈ ગયા ત્યારે જેઠાણીઓ કહેવા લાગી કે ભાઈ સાહેબ કોઈને તીને પૈસાદાર થઈને આવ્યા છે તો હવે ખબર પડશે.

આ સાંભળી ગોમતી ઘેડી અને માના ચરણોમાં આળોટી કહેવા લાગી,“મા, તે આ શું કર્યું ? મારું સુખ તે કેમ છીનવી લીધું ?” ત્યારે માએ કહ્યું કે,“તે ઉજવણાં વખતે છોકરાને ખટાશ કેમ આપી ?”

ત્યારે ગોમતી બોલી, “મા મેં નથી આપી, પણ છોકરાઓએ તેમની જાતે લઈને ખાધી છે. મા મારી ઉપર દયા કરી મારા પતિને છોડાવો. મા છોરું કછોરું થાય પણ માવતર કમાવાતર ન થાય.

હું તમારું વ્રત બીજી વાર ઉજવીશ.” માએ કહ્યું કે,“જા તારો પતિ રાજ દરબારમાંથી સન્માન સાથે રાજાની આપેલી ભેટ લઈને આવશે.”

આ બાજુ રાજદરબારમાં ગોવિંદ પણ સંતોષીમાના નામનું રટણ કર્યા કરતો હતો. તેથી માતાજી તેની વહારે આવ્યા અને તેને પણ સન્માન સાથે ઘેર મોકલ્યો. બંને પતિ-પત્ની રસ્તમામ જ મળ્યાં.

ઘેર આવી ગોમતીએ કહ્યું કે રાજાએ શું કહ્યું ! ગોવિંદ બોલ્યો, “પહેલાં તો મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો પછી મેં મારી બધી વાત કરી સંભળાવી એટલે રાજાએ મને શાબાશી આપી અને હીરાજડિત વીંટી પણ ભેટમાં આપી.”આ સાંભળી જેઠાણીઓનાં મોઢા કાળામેશ થઈ ગયા.

બીજીવાર શુક્રવાર આવ્યો અને બીજીવાર ઉજવણું કરવાનું નક્કી કર્યું. તે જેઠાણીઓના ઘેર ગઈ જેઠાણીએ કયું કે ,

છોકરાઓને કાંઈ પ્રકાશ આપ તો મોકલીએ, મારા છોકરાંને કોળા ખાજા નથી ભાવતા. તો કાંઈ નહિ હું બીજાને બોલાવીને વ્રત ઉજવીશ અને પછી તે ઘેર આવી આઠ બ્રાહ્મણોના બાળકને જમાડી વ્રત ઉજવ્યું.

આથી મા સંતોષી પ્રસન્ન થયાં.

દિવસો જતાં ગોમતીને સારા દિવસો રહ્યાં અને પૂરા નવ માસે પુત્ર રત્નની પ્રાપ્તી થઈ. તેની ખોટ માતાજીએ પૂરી કરી સવા મહિને નાહીધોઈ પોતાના પુત્રને લઇ માને મંદિરે ગઈ.

માના ચરણોમાં પડી માને કહ્યું, માં અમને આશીર્વાદ આપે કે અમે સુખ શાંતિ અને સંતોષથી રહીએ અને સદા તારી ભક્તિ કરતા રહીએ. ત્યારે માએ કહ્યું કે હું કોઈક દિવસ તારે ઘેર આવી દર્શન આપીશ પણ માને ઓળખવામાં ભૂલ કરતી નહીં હો.

એક દિવસ એક ડોશી ગોળ ચણાનું ગંધાતું મોં અને માખો બાબો અને બરાડા પાડતી આવી. આ જોઈ સાસુએ કહ્યું, “વહુઓ છોકરાં ઘરમાં પૂરી દે, કોઈ ડાકણ જેવી બિારણ આવી છે.”

આ સાંભળી ગોવિંદની વહુ બહાર આવી. તે માને ઓળખી ગઈ. તેણે માતાજી ઉપર પોતાનો પુત્ર ફેંક્યો. માએ બંને હાથમાં બાળકને ઝીલી લીધો અને રમાડીને આશીર્વાદ આપી ચાલતા થયાં.

જ્યારે માતાજી ગયા ત્યારે આજુબાજુ તેજસ્વી પ્રકાશ રેલાયો હતો. પછી ગોમતીએ સાસુને કહ્યું કે,“આ તો સંતોષીમાં આપણને દર્શન આપવા આવ્યા હતાં.”

આ સાંભળી સાસુ અને બધી જેઠાણી પસ્તાવા લાગી અને પોતાની ભૂલની માફી માગી પછી બધા સંપીને રહેવા લાગ્યાં.

જય સંતોષીમા જેવા તમે ગોમતીને ફળ્યા. તેવા આ વાર્તા લખનાર, વ્રત કરનાર અને વાર્તા વાંચનાર, સાંભળનાર સર્વેને ફળજો, દરેકની મનોકામના પૂર્ણ કરજો.

|| જય સંતોષી માં ।।

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *