વૈભવ લક્ષ્મી વ્રત કથા | Laxmi Vrat Katha In Gujarati

વૈભવ લક્ષ્મી વ્રતની વિધી

આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે.

શુક્વારે સવારે નાહી ધોઈ ‘જય મા લક્ષ્મી’ના જાપ જપવા. સાંજે દીવાબત્તીના ટાણે હાથ-પગ ધોઈ, પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું.

પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો. તે ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો.

લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા. વ્રત કરનારે શ્રીયંત્રનાં દર્શન કરવાં અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો.

વૈભવ લક્ષ્મી વ્રત કથા/વાર્તા

એક સારું ગામ હતું.

જેમાં ચારે વર્ણના માણસો વસતાં હતાં.

આગળના સમયમાં માણસો સમુહજીવન વધારે પસંદ કરતાં.

એકબીજા સાથે હળવું મળવું, રહેવું પસંદ હતું.

એકબીજાના સુખદુ:ખમાં સૌ ભાગ લેતાં.

અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે.

આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગૂલ રેતાં હતાં.

એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈની કોઈને કંઈ જ પડી ન હતી. દેવદર્શન, ભજન, કિર્તન, ભક્તિ કે દયા, માયા આવા સંસ્કાર બહુ જ ઓછા થઈ ગયા.

આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું, મોજશોખ ઉડાવવા તેવું વાતાવરણ જામતું હતું અને એ લક્ષ્મીની ઘેડમાં જુગાર, રેસ, સટ્ટો, ચોરી-ઘરૂનું વ્યસન અને તેને લઈને અનેક ગુન્હઓ પણ બનતા હતા.

એક કહેવત છે કે “હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે” આ કહેવત પ્રમાણે આ – લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાંક સારા માણસો પણ રહેતાં હતાં.

આવાં સારા માણસોમાં ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતાં. બન્ને માણસો ધાર્મિક વૃત્તિવાળાં અને સંતોષી હતાં. તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો.

હંમેશા દેવદર્શન કરવાં, કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્ન ધનથી તેનો સત્કાર કરતાં અને નેકદિલથી જીવન વિતાવતા હતા.

“એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી” આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દૈવયોગે અથવા પૂર્વજન્મના કર્મે કંઈ ભોગવવાનું બાકી હશે તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસનીની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યાં પછી ક્યાં પડ્યાં તેવું થયું.

પોતે વ્યસની બન્યા. વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર, રેસ, સટ્ટો વિગેરે પણ વળગ્યાં અને ધન ગુમાવવા લાગ્યા. ખરચની જરૂર પડે એટલે ઘરમાંથી દરદાગીનો વિગેરે વેચવા લાગ્યા.

આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું રાચરચીલું પણ કાઢી નાખવું પડ્યું.

ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચલગતથી ઘણાં જ મુંઝાયા પણ આર્યનારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતાં નહિ.

એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ-કિલ્લોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા.

તેને બદલે ઘરમાં દરીદ્ર અને ભૂખમરાથી જ્યાં સુખેથી ખાવાપીવાને બદલે બે વખત ખાવાના પણ સાંસા પડવા લાગ્યાં.

ઇન્દુબેન સંસ્કારી હતાં પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુ:ખી થયાં, પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતાં અને પ્રભુભક્તિમાં જાન પરોવતાં. “સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ” આવે જ તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા.

તેવામાં એક દિવસ મધ્યાહ્નના સમયમાં તેમના બારણાની સાકળ કોઈએ ખખડાવી. ઇન્દુબેન વિચાર કરવા

લાગ્યાં કે મારું તો દુઃખી અને રિદ્ધી ઘર છે આવે વખતે કોણ આવ્યું હશે ?

તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આર્યસંસ્કાર પામેલ ઇન્દુબેને ઊભા થઈ બારણું ખોલ્યું, જોયું તો એક આધેડ વયના માજી ઊભા હતા. ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું.

એમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી. પ્રેમથી છલકતી દૃષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ. તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા.

સાદી ફાટીતૂટી સાદગી માજીને બેસવા માટે આફી, પણ મનમાં ખૂબ સંકોચ થયો.

ઇન્દુબેનના મનની વાતો જાણે પોતે જાણી છે તેમ માજીએ બેનનો સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો, “કેમ બેન ! મને ઓળખી નહિ કે શું ?”

ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું, “બા, તમને જોઈ મને ખૂબ જ આનંદ થાય છે.

અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે જ તમે છો. પણ કંઈ ઓળખાણ પડતી નથી.”

માજીએ હસીને કહ્યું, “કેમ ? ભૂલી ગઈ ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું.

ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ.”

ઇન્દુબેન માજીને ઓળખવા મથ્યા પણ કંઈ યાદ આવતું નથી.

હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિર પણ જઈ શકી નથી.

લોકો સાથે ભળતાં પોતાને શરમ આવતી હતી. યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી.

આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કિર્તન ગવડાવતી હતી. હમણાં તું દેખાતી નથી. એટલે મને થયું કે તું કેમ આવતી નથી ?

કદાચ શરીર નરમગરમ થયું હોય આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું.”

માજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું.

તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ મા આગળ દીકરી મન મુકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

આ જોઈ માજી તેની નજીક ગયાં અને તેના વાંસા પર હાથ પસવારતા સાંત્વના આપતા કહેવા લાગ્યા.

“બેન ! સુખ અને દુઃખ તો તડકાછાયા જેવા છે. સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે.

તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે.

પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતા મન હલકું થાય છે. અને વાત કહેવાથી કાચ તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે.

માજીની વાત સાંભળી ઈન્દુબેનને શાંતિ થઈ.

તેણે કહ્યું, “મા, મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા. મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા. આર્થિક રીતે પણ અમને સંતોષ હતો.

શાંતિથી ખાઈ-પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો. પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ. ખરાબ સોબતના કારણે જુગાર, સટ્ટો, રેસ વિગેરે ખરાબ લતે ચડી ગયા.

તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું. તેમાં પણ ઓછું હોય તેમ રૂ, ચરસ, ગાંજો, ભાંગ વિગેરેનું વ્યસન પણ લાગ્યું તેને પરિણામે અમે રસ્તાના ભીખારી જેવી હલતમાં પડી ગયા છીએ.

આ વાત સાંભળી માજીએ કહ્યું, બેન દુ:ખ તો જગતમાં આવ્યા જ કરે છે.

કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલ કર્મો ભોગવવા જ જોઈએ. “અવશ્યમેવ ભોક્તવ્ય કૃતં કર્મ શુભાશુભ’ માટે તું ચિંતા ન કર. હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે. માટે સુખના દિવસો હવે જરૂર આવશે.

તું લક્ષ્મીજીની ભક્ત છે. મા લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે. પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા જ રાખે છે. માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારા વાના થશે.”

વ્રત કરવાની વાત સાંભળીને ઇન્દુબેનના મોં ઉપર આનંદ વ્યાપ્યો અને કહ્યું, આ વ્રત કેવી રીતે થાય તેની વિધિ શું તે બધું મને કહો હું આ વ્રત જરૂર કરીશ.

માજીએ કહ્યું, બહેન, આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે.

આ વ્રતને કોઈ વરદ લક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહે છે.

આ વ્રત કરનારની મનોકામના તમામ પૂરી થાય છે અને તે સુખ, સંપત્તિ અને યશ મેળવે છે.

આમ કહીને વૈભવલક્ષ્મીવ્રતની વિધિ કહેવા માંડ્યા.

બહેન, આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે. પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સપૂર્ણ ફળ મળતું નથી.

કોઈવાર તેનું વિપરિત પરિણામ પણ આવે માટે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ. કોઈ કહે છે કે સોનાના દાગીનાનું હળદર અને કંકુથી પૂજન કરવાથી તેનું ફળ મળે છે. ખરેખર તેવું નથી.

તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ.

આ વ્રત દર શુક્વારે કરવું. વ્રત કરનારે સ્નાનવિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં “શ્રી મહાલક્ષ્ નમ: શ્રી મહાલક્ષ્મ નમઃ” એમ જપ કરવો. નિયમમાં કોઈની નિંધ કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ.

સંધઅયા વખતે હાથ-પગ ધોઈ સોળ કોગળા કરવા. એક પાટલો ઢાળી તેના ઉપર ધોએલો લાલ રૂમાલ પાથવો. તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરવી.

તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મુકવો. કળશને ફરતા ચાર ચાંલ્લા કંકુના કરવા. તેના ઉપર નાના ત્રાંબાની ગભાણી અથવા કોરું માટીનું કોયુિં મુકવું.

તે કોડીયામાં સોાનાનો કોઈ ફણ ઘગીનો અથવા ચાંદીનો ઘગીનો અથવા રોકડ ૧ રૂપિયો મૂકવો. કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો. ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો.

માતા મહાલક્ષ્મીનાં ઘણાં સ્વરૂપ છે. તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી માજી તુરંત પ્રસન્ન થાય છે. આ વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવાં.

પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યાર પછી કળશ ઉપરપ્રમાણમાં પધરાવેલ દાગીનો કે રૂપિયાને કંકુ તથા હળદર અને માતાજી માટે જે કંઈ મિષ્ટાન્ન કે રસોઈ કરી હોય તેનું નૈવેદ ધરવું અથવા સાકર ધરવી.

પછી આરતી ઉતારવી અને અગિયાર વખત શ્રી મહલક્ષ્ નમઃ એમ બોલી જપ કરવો. પછી સાકરનું માતાજીને ધરેલું નૈવેદ તેની પ્રસાદી વહેંચવી.

પછી લોટા ઉપર મુકેલ દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મુકતા હોઈએ તે સ્થાને મુકવો. લોટાનું જળ તુલસીજીના ક્યારામાં પધરાવવું. ઢગલીના ચોખા ચણામાં નાખવાં.

આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે.

આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે. વંધ્યા સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું અખંડ સૌભાગ્ય રહે છે.

કુમારીકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે.

ઇન્દુબેન આ વ્રત વિધિ સાંભળી ખૂબ જ રાજી થયાં અને માજીને કહ્યું, મા આ વ્રત હું જરૂર કરીશ. પણ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉદ્યાપન કેવી રીતે કરવું તે કૃપા કરીને મને કહો.

માજીએ કહ્યું, આ વૈભવ લક્ષ્મીનું વ્રત ૧૧ અથવા ૨૧ શુક્રવાર સુધી કરવું.

આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ ગ્રંથ કરવું. ૧૧ કે ૨૧મા શુક્રવારે એટલે છેલ્લા શુક્વારે શાસ્ત્રીય રીતે તેનું ઉદ્યાપન કરવું. જેમ દર શુક્રવારે પૂજન કરતાં હોઈએ તે પ્રમાણે પૂજન કરવું.

એક શ્રીફળ વધેરવું. છેલ્લી પૂજા વખતે ખરીનું નૈવેદ્ય ધરવું. સાત કુમારીકાને અથવા સાત સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંલ્લો કરવો અને દરેક બહેનોને આ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી.

ખીરનો પ્રસાદ આપવો. માતાજીની પ્રતિમાને વંદન (નમસ્કાર) કરવા.

માલક્ષઅમી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનાર છે માટે તેની પ્રાર્થના કરવી. ““હે માતાજી, હે માં ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથીતમારું આ વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે !

હે માતાજી, અમારું કલ્યાણ કરજો, અમારી મનોકામના પૂરી કરજો, ધન વિનાનાને ધન દેજો, સંતાન વિનાનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો.

કુમારીકાના કોડ પૂરજો, તમારું વ્રત કરનારાનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સુખી કરજો.”

આમ બોલી શ્રી માલક્ષ્મીજી સ્વરૂપ વંદન કરવું અને આરતીની આશમા લેવી.

માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે “હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ.

(એકવીસ શુક્રવાર સુધી) અને તેનું ઉદ્યાપન શાસ્ત્રીય વિધિથી કરીશ.

ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો ન મા જે નવાઈ પામી કે માજી ગયા ક્યાં ?

આ માજી બીજું કોઈ નહિ પણ સાક્ષાત્ મહાલક્ષ્મીજી પોતે જ હતાં.

ઇન્દુબેન મહાલક્ષ્મી માતાજીની ખાસ ભક્ત હતાં. એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું સ્વરૂપ લઈને જ આવ્યા હતા.

બીજે દિવસે જ શુક્રવાર હતો. સવારે નાહીધોઈને મનમાં ને મનમાં “શ્રી મહાલક્ષ્મ નમઃ” એમ રટણ કરવા માંડ્યું.

આખા દિવસમાં નિંદા કે કુથલી કરી નહિ. સંધ્યાકાળ થયો ત્યારે હાથપગ ધોઈ ધોયેલું વસ્ત્ર પહેરી પૂર્વ દિશા તરફ મુખ રાખીને એક આસન પાથરી બેઠી, ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવે ખરાબ સોબતે ચડી તે બધા દાગીના ગીરવી મૂકી દીધા હતા.

તેથી નાકમાં પહેરેલી ચુંક હતી તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈને એક વાટકામાં મૂકી. સામે પાટલા ઉપર ધોએલો એક રૂમાલ પાથરી તેના ઉપર થોડા ચોખાની ઢગલી કરી તેના ઉપર ત્રાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો.

તેના ઉપર નાકની ચુંકવાળી એક વાટકી મૂકી, જે વિધિ માજીએ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે ધરી. માતાજીની આરતી કરી.

રાત્રે પતિ આવ્યો ત્યારે માતાજીને ધરેલ ખાંડમાંથી તેને પ્રસાદી આપી. તુરત જ સ્વભાવનું પરિવર્તન થયું. તે રાત્રે પ તરફથી કંઈ જ ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રિ સુખ-શાંતિમાં વિતાવી.

ઇન્દુબેને શ્રદ્ધાથી, ભક્તિથી ૨૧ શુક્વાર સુધી આ વ્રત કર્યું. છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉઘાપન કરી સાત સ્ત્રીઓને આ મહાલક્ષ્મી (વેભવલક્ષ્મી) વ્રતનાં પુસ્તકો આપ્યાં.

પછી માતાની પૂજામાં પધરાવેલ છબીનાં દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે, “હે માતા, હે માં મહાલક્ષ્મી ! મારા વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું.

હે મા, અમારું કલ્યાણ કરો. અમારા મનની ઇચ્છા પૂરી કરજો. તમારું વથ કરનારનું ગયું સુખ પાછું આપજો. સૌને સુખી કરજો.” આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આશકા આંખે અડાડી.

આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું કે તુરત થોડા સમયમાં તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયેલ તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામધંધો પહેલાની જેમ કરવા લાગ્યો. માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતા પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો. એમ થોડા જ વખતમાં ઘરના દગીના જે ગીરવી મુકેલા તે પણ છોડાવી લીધા.

ઘરમાં સુખસંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા શીવલાળો અને ધાર્મિક બન્યો.

આ મહાલક્ષ્મી (વૈભવલક્ષ્મી) વ્રતનો પ્રભાવ જાણી આડોશપાડોશની બહેનો પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા લાગી.

હે મા ધનલક્ષ્મી તમે જેવાં ઇન્દુબેનને પ્રસન્ન થયાં તેવા સૌને ફળજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *