જન્માષ્ટમી વ્રત કથા | Janmashtami Vrat Katha In Gujarati
2023 મા જન્માષ્ટમી ક્યારે આવે છે ?
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023
જન્માષ્ટમી વ્રતની વિધી
પવિત્ર શ્રાવણ મહિનાની વદ આઠમની મધરાતે યુગ પુરુષ ભગવાન શ્રીકૃષ્ણ આ પૃથ્વી ઉપર અવતર્યા હતાં.
આ પવિત્ર દિવસે ઉપવાસ કરવામાં આવે છે.
તેમજ શ્રીકૃષ્ણનો મહિમા સાંભળવામાં આવે છે.
શ્રદ્ધાથી સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ મધરાતે શ્રીકૃષ્ણ જન્મનાં દર્શન કરી પ્રસાદ વહેંચવામાં આવે છે અને બીજા દિવસે પારણાં કરાય છે.
જન્માષ્ટમી વ્રત કથા/વાર્તા
મથુરાના રાજા એવા અતિશય ક્રૂર કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે કરવામાં આવ્યાં હતાં.
અને તે સમયે દેવર્ષિ સંતાન એવી ભવિષ્યવાણી ભાખી હતી કે દેવકીનું આઠમું જન્મનારું સંતાન કંસનો કાળ બનશે.
તેના હાથે કંસનું મૃત્યું થશે. આથી ગુસ્સે થયેલાં કંસે પોતાના બહેન બનેવીને કારાવાસમાં પૂરી દીધાં. અને ત્યાં કેદખાનામાં જન્મેલા એક પછી એક એમ સાત સંતાનોને તેણે પછાડીને મારી નાખ્યાં.
આઠમાં સંતાન રૂપે સાક્ષાત્ ભગાન શ્રીકૃષ્ણ રૂપે અવતર્યા. અને વાસુદેવે રાતો રાત કૃષ્ણને એક ટોપલામાં મૂકીને મથુરા નંદજીને ત્યાં પહોંચાડ્યાં. શ્રીકૃષ્ણ મોટા થયા પછી મામા કંસને માર્યો, અને પ્રજાને
એના અસંખ્ય ત્રાસમાંથી ઉગારી સુખ-શાંતિ આપી. યુગપુરુષ શ્રીકૃષ્ણનાં જન્મ દિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. ભાવિક ભક્તો તે દિવસે ઉપવાસ કરે છે. મંદિરોમાં ઉત્સવ મનાવવામાં આવે છે.
તેમજ હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે દહીં, માખણ, અને અબીલ ગુલાલ ઉડે છે. શ્રીકૃષ્ણનો મહિમા વંચાય છે. રાતે બાર વાગ્યે દંદુભિનાદની વચ્ચે શ્રીકૃષ્ણનો જન્મ થાય છે.