ગોવર્ધન પૂજા અને અન્નકૂટ વાર્તા | Govardhan Puja In Gujarati

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ક્યારે આવ છે ?

સોમવાર , 13 નવેમ્બર 2023 આવે છે .

ગોવર્ધન પૂજા વ્રતની વિધિ

વ્રતની વિધિ : કારતક માસ સુદના પડવાએ ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે બલિપૂજા, અન્નકૂટ, માર્ગપાલી આદિ ઉત્સવ પણ સંપન્ન થાય છે.

આ વ્રજવાસીઓનો મુખ્ય તહેવાર છે.

આ દિવસે અનેક જગ્યાએ ઇન્દ્ર, વરુણ તેમજ અગ્નિ આદિ દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

અન્નકૂટ કે ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણના અવતાર બાદ દ્વાપરયુગથી શરૂ થઈ.

સૌપ્રથમ ગાય, બળદ આદિ પશુઓને સ્નાન કરાવી ફૂલમાળા, પ, ચંદન આદિથી એમની પૂજા કરવામાં આવે છે. ગાયને મિઠાઈ ખવડાવી એમની આરતી ઉતારવામાં આવે છે તેમજ પ્રદક્ષિણા કરવામાં આવે છે.

છાણથી ગોવર્ધન પર્વત બનાવી પાણી, નાડાછડી, રોલી, ચોખા, ફૂલ, છીં અને તેલનો દીવો પ્રગટાવીને પૂજા કરે છે તેમજ પરિક્રમા કરે છે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ વાર્તા

એકવાર શ્રીકૃષ્ણ ગોપ-ગોપીઓની સાથે ગાયો ચરાવતા જઈ ગોવર્ધન પર્વતની તળેટીમાં જઈ ચઢ્યાં.

ત્યાં તેમણે જોયું કે હજારો ગોપીઓ ગોવર્ધન પર્વતની પાસે છપ્પન પ્રકારના ભોજન રાખી ખૂબ જ ઉત્સાહભેર નાચગાન કરી ઉત્સવ મનાવી રહ્યા છે.

શ્રીકૃષ્ણના પૂછવા પર ગોપીઓએ જણાવ્યું કે મેઘોના સ્વામી ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે દર વર્ષે આ ઉત્સવ થાય છે. કૃષ્ણ બોલ્યા – જો દેવતા પ્રત્યક્ષ આવીને ભોગ લગાવે તો આ ઉત્સવનું મહત્ત્વ ઘણું વધી જાય.

ગોપીઓ બોલી – તમારે ઇન્દ્રની ટીકા કરવી ન જોઈએ. કેમકે ઇન્દ્રની કૃપાથી જ વરસાદ થાય છે.

શ્રીકૃષ્ણ બોલ્યા – વરસાદ તો ગોવર્ધન પર્વતના કારણે થાય છે.

આપણે ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ.

બધા ગોપ-ગોવાળિયાઓ પોતપોતાના ઘરેથી પકવાન લાવી શ્રીકૃષ્ણે બતાવેલી વિધિથી ગોવર્ધન પર્વતની પૂજા કરવા લાગ્યા.

નારદમુનિને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે એ સીધા ઇન્દ્રલોક પહોંચ્યા અને તેમણે આ સમાચાર ઇન્દ્રને આપ્યા.

તો ઇન્દ્ર ગુસ્સાથી લાલચોળ બની ગયા અને અધિરા બની તેમણે મેઘોને આજ્ઞા કરી કે તે ગોકુલમાં જઈ પ્રલય જેવું દૃશ્ય પેદા કરે.

મેઘરાજા ઇન્દ્રની આજ્ઞાથી મૂશળધાર વરસાદ કરવા લાગ્યા.

બીજી બાજુ શ્રીકૃષ્ણે બધા ગોપ-ગોપીઓને આદેશ આપ્યો કે બધા —પોતપોતાના પશુધન અને વાછરડાઓને લઈને ગોવર્ધન પર્વતની તળેટીમાં જતા રહે.

ગોવર્ધન જ મેઘોથી રક્ષા કરશે. બધા ગોપ- ગોપીઓ પોતપોતાના બળદ, વાછરડા સહિત પશુધન લઈ ગોવર્ધન પર્વતની તળેટીમાં જતાં રહ્યા.

શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠ આંગળી પર ધારણ કરી છત્રીની જેમ લંબાવી દીધો.

બધા જ વ્રજવાસીઓ સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતના શરણમાં રહ્યા.

સુદર્શન ચક્રના પ્રભાવથી વ્રજવાસીઓ પર એક પણ ટીપું પાણી પડ્યું નહીં.

બ્રહ્માએ ઇન્દ્રને જણાવ્યું કે પૃથ્વી પર શ્રીકૃષ્ણે જન્મ લઈ લીધો છે.

એમની સાથે વેર રાખવો યોગ્ય નથી.

શ્રીકૃષ્ણ અવતારની વાત જાણ્યા પછી ઇન્દ્રદેવ પોતાની મૂર્ખતા પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા તેમજ શ્રીકૃષ્ણની ક્ષમા-યાચના કરવા લાગ્યા.

શ્રીકૃષ્ણે સાતમા દિવસે ગોવર્ધન પર્વતને નીચે મૂકી વ્રજવાસીઓને કહ્યું કે હવે તમે દર વર્ષે ગોવર્ધન પૂજા કરી અન્નકૂટનો ઉત્સવ મનાવવાનું રાખો.

ત્યારથી તે એક પર્વના રૂપમાં પ્રચલિત થઈ ગયું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *