ગોત્રાટ વ્રત કથા | Gotrat Vrat Katha In Gujarati
ગોત્રાટ વ્રતની વિધી
ભાદરવા મહિનાની સુદ તેરસથી ત્રણ દિવસનું આ વ્રત છે.
વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાહી ધોઈ પવિત્ર થઈ શિવશક્તિની શ્રદ્ધાથી પૂજા કરવી.
કથા સાંભળવી પછી જ એકટાણું કરવું અને પોતાની શક્તિ મુજબ ઘાસ લાવીને ગાયને ખવડાવવું.
ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ છે. તેથી આ દિવસે ગાયની સેવા પૂજા કરનારનો સ્વર્ગલોકમાં વાસ થાય છે.
અને વળી તેના સર્વ પાપનો નાશ થતાં તેને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે.
ગોત્રાટ વ્રત કથા/વાર્તા
અયોધ્યા જેવી ખૂબ જ પવિત્ર નગરી પર પૂજા વત્સલ રાજા દિલિપ રાજ કરતો હતો.
તેની પત્નીનું નામ સુક્ષિણા હતું. રાણી ખૂબ જ ધર્મિષ્ઠ હતો.
અને બધી જ વાતનું સુખ હતું. પરંતુ તેમના ઘરે લાંબો સમય થવા છતાં સુધી પારણું બંધાયું ન હતું. અને તેથી તેના દુઃખમાં તેમના બધા જ સુખપર પાણી ફરી વળતું હતું.
પોતાના વંશની ચિંતામાં દિવસને રાત આમ ચિંતાતુર રહેતા રાજા રાણી બંને વશિષ્ઠ પાસે ગયાં.
અને તેમને પોતાના દુઃખની વાત કરી.
ત્યારે મહર્ષિ વશિષ્ઠે તેઓને માફળ આપનારું એવું ગોત્રાટ વ્રત કરવા જણાવ્યું.
તેથી રાજા દિલિપ અને રાણી સુદક્ષિણાએ ખૂબ જ શ્રદ્ધાથી આ ગોત્રાટ વ્રત
કર્યું. હજારો ગયોને જાતે ઘાસ ખવડાવ્યું.
રાજા-રાણી બંનેનો આવો સેવાભાવ અને તેમની આવી શ્રદ્ધા જોઈને મહર્ષિ વશિષ્ઠ રાજા દિલિપને નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું કારણ કે નંદીની કામધેનું હતું.
તેથી દેવો પણ તે ગાયને હરી જવાઈચ્છતા હતાં.
રાજા દિલિપ ખુલ્લી તલવારે નંદિની ગાયનું રક્ષણ કરવા લાગ્યો.
એકવાર ભગવાન શંકરને દિલિપ રાજાની પરિક્ષા કરવાનું મન થયું.
તેથી ભગવાન શંકરે સિંહનું રૂપ ધારણ કર્યું અને નંદિની પર તરાપ મારી.
તેથી આ જોઈને રાજા દિલિપ તલવાર લઈને સિંહ ઉપર ધસ્યો.
ત્યારે સિંહના રૂપમાં રહેલા ભગવાન શંકરે કહેવા લાગ્યું કે,“હે રાજન ! ગાયનું ભક્ષણ કરનારનો નર્કમાં વાસ થાય છે તે તો મને ખબર છે પરંતુ શું કરું?
મને ભૂખ ઘણી લાગી છે તેથી હું આ ગાયને ચોક્કસ મારીશ.”
ત્યારે દિલિપ રાજાએ તેમને કહ્યું,“હે વનના કેસરી !
તમને જો ભૂખ જ લાગી હોય તો મારા શરીર વડે તમારી ભૂખ શાંત કરો, પણ આ નંદિનીને જવા દો.”
રાજની વાત અપૂર્વ બલિદાનની તૈયારી જોઈને ભોળાનાથ તેના પર ખૂબ જ પ્રસન્ન થયાં.
અને તેથી પોતાનું અસલ રૂપ ધારણ કરીને રાજાને આશીર્વાદ આપ્યાં.
ત્યારે નંદિની બોલી,“હે રાજા !
મારા લીધે તું તારા પ્રાણની આહુતિ આપવા તૈયાર થયો છે એ જોઈને હું તારા પર ઘણી પ્રસન્ન છું, અને મારા વરદાનથી જગતને અજવાળનાર પુત્રનો પિતા બનીશ.’ થઈ
અને આમ ગોત્રાટ વ્રતથી રાણી સુદક્ષિણાની કુખે બત્રીસ લક્ષણો પુત્ર જન્મ્યો. રાજા-રાણી આનંદ પામ્યાં.