ગૌરી વ્રત કથા (Gauri Vrat Katha)

ગૌરી વ્રત ક્યારે ઉજવવામાં આવે છે?

પાર્વતી મા એ અષાઢ મહીનાની સુદ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું.

આ જ વ્રતને “ગૌરી વ્રત” કહેવાય છે.

ગૌરી વ્રત કથા/વાર્તા

નાની નાની સરખે કુંવારીકાઓ સરખી સાહેલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે.

સાથે જમે અને સાંજે ગામના પાદરે જઈ ખેતરાઉ માટી લાવે.

પછી ઘેર આવી માટી ટોપલીમાં કે છાબડીમાં નાખી તેમાં છાણિયું ખાતર નાખે અને પછી તુવેર, ચોખા, તલ, જુવાર, ઘઉં, જવ, ડાંગર વગેરે સાત ધાન વાવ.

પછી વાવીને તે છાબડીઓને પાટલા ઉપર મૂકે. અને ઘીનો દીવો કરી કંકુ-ચોખા-ફૂલોથી તેને વધાવે અને પગે લાગે.

આમ દરરોજ સવારે આ બધી કુંવારીકાઓ નાહી ધોઈને પાટલે મૂકેલાં જવેરાને ઘીનો દીવો કરી તેની પૂજા કરે.

કંકુચોખા-ફૂલ ચઢાવે અન પગે લાગે, અને ત્યારબાદ ઘરકામમાં લાગી જાય.

આવી રીતે અષાઢ સુદ અગિયારસ સુધી તે વાવેલા જવેરાને રાખી મૂકે અને તેની પૂજા કરે.

અગિયારસના દિવસે સવારમાં જુવારના સાંઠાનું દાતણ કરે.

ગામમાં કે શહેરમાં ની તળાવ હોય તો ત્યાં નહાવા જાય અને નહાવા જતાં રસ્તામાં ગાતા જાય કે…

“ગોરમાંનો વ૨ કેસરીયો ને નદીએ નહાવા જાય રે ગોરમાં…”

આવા બીજા ઘણાંય ગીતો ગાતા ગાતા નદી-તળાવથી નાહીને ઘરે પાછા આવીને જવેરાની પૂજા કરે, ઘીનો દીવો કરે, કંકુ-ચોખા-ફૂલ ચઢાવે, પગે લાગે.

આ દિવસે કુંવારિકાઓ (આ વ્રત કરનારી) એકવાર જમે જાગરણ કરે, ગરબા રમે, ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નાહી ધોઈ જવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે, પારણા કરે.

આ વ્રત કરનારી કુંવારીકાઓ વ્રતના પાંચેય દિવસ એકવાર મોળું ખાય છે.

Similar Posts