ફૂલ કાજળી વ્રત કથા (Ful Kajali Vrat)
ફૂલ કાજળી વ્રતની વિધી
શ્રાવણ માસમાં શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આવે અને આ દિવસથી ફુલ કાજળીનું વ્રત લેવાય.
સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઊઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન ભોળા મહાદેવજીનું અને પાર્વતીનું પૂજન કરવું પછી જ ફળાહાર કરાય ફળાહાર કરતાં પહેલાં ફુલ સંઘીને ફળાહાર કરવાનું એજ પ્રમાણે પાણી પીતા પહેલાં ફુલ સુંઘી જ પાણી પીવાનું અને જો આખો દિવસ ફુલ સૂંઘીએ તો ઘણું વધારે ઉત્તમ ગણાય.
આ વ્રત ગુજરાતમાં અને કાઠિયાવાડમાં બધી સ્ત્રીઓ આનંદ અને ઉમંગથી કરે છે. નાનાથી મોટી દરેક સ્ત્રી આ વ્રત કરી શકે છે.
આખો દિવસ ફુલ સુંઘે છે અને સંધ્યા કાળે ગાયનું પૂજન કરે છે. આખી રાત્રી જાગરણ કરે છે.
અને ભગવાન શંકર-પાર્વતીજીની કથા કરે છે. ભજન કીર્તન કરે છે. બ્રહ્મચર્ય પાળે છે.
આ પ્રમાણે વ્રત કરે છે.
જેમ ફુલોની સુગંધ ચોમેર પ્રસરે છે.
તેમ આ વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચોમેર પ્રસરે છે.
ઘરમાં ફુલની જેમ તેનું જીવન સુગંધીમય બને છે.
આ પ્રમાણે જીવન સંસાર સાય સુગંધમય અને ફુલતો ફાલતો રહે છે.