ભાખરીયો સોમવાર મહાદેવની વ્રત કથા | Bhakhariya Somwar Vrat Katha 

ભાખરીયો સોમવારની પૂજા વિધિ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું.

વ્રત કરનારે વ્રતના દિવસે લીલા વસ્ત્ર ન પહેરવા ભોજનમાં લીલા શાકભાજી કે કઠોળ ન લેવા.

વહેલી સવારે સ્નાનાદિથી પરવારી શિવમંદિરે જઈ બિલિપત્રોથી શિવનું પૂજન કરી પાર્વતી તથા ગણેશની પૂજા કરવી.

ભાખરિયા સોમવારની વાર્તા કહેવી કે સાંભળવી. પછી પાંચ ભાખરી બનાવવી, એકનું નૈવેદ્ય ધરાવવું. બીજી બે રમતા બાળકને

આપવી અને બાકીની બેનો પ્રસાદ આરોગવો. નવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી.

જળ તુલસી ક્યારે રેડવું. કારતક સુદ- ૧૪ના દિવસે આ વ્રતનું ઉજવણુ કરી અન્નાન, વસ્ત્રશ્ચન આપવા આ વ્રત કરનારના સફળ મનોરથ સિદ્ધ થાય છે.

ભાખરીયો સોમવાર મહાદેવની વ્રત કથા

કનકાવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો.

એની પત્ની ભક્તિ પણ અત્યંત ગુણવાન હતી.

મધ્યજ્ઞાની હોવા છતાં શાનદત્ત ઘણો ગરીબ હતો. ભિક્ષામાં જે કાંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતા અને પ્રભુભજન કરતા.

ભોળાનાથનો મહાભક્ત એવો આ બ્રાહ્મણ ચાર વેદ અને અઢાર પુરાણોમાં પારંગત હોવા છતાં એના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી. છતાં પતિ-પત્ની બંને એવા ધાર્મિષ્ઠ કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવેલાને જમાડતા.

એકવાર શિવજીએ વિચાર કર્યો કે લાવે આજે તો મારા ભક્તની કસોટી કરુ. શિવજી તો સાધુવેશે બ્રાહ્મણને આંગણે આવ્યા અને ભિક્ષાનદેહિ કહીને ઊભા રહ્યા. એ દિવસે ભિક્ષામાં માત્ર એક રોટલો જ મળેલો.

એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો. ત્યારે સાધુ વેશે આવેલા શિવજી બોલ્યા,‘હે વત્સ ! તારું કપાળ તો જ્ઞાનના તેજથી ઝળહળે છે, પણ તારી આંખોમાં દુ:ખનો દરિયો છલકે છે.’

આ સાંભળી બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો. ‘મારાજ જ્ઞાન તો ઘણું છે પણ ખાવાના સાંસા મટતા નથી. ભોળાનાથ રીઝતા નથી. ઘણી ભક્તિ કરી, પણ હવે ચો ચારે કોર અંધકાર દેખાય છે.’

ત્યારે શિવજી બોલ્યા, સુખ દુ:ખ તો આવે ને જાય. વ્રત જપ તપ વડે કર્મો કપાય. તું ભાખરિયા સોમવારનું વ્રત કરજે.

આ વ્રત ગુપ્તવાસ સેવતા પાંડવો દુ:ખમાં મુઝાતા હતા ત્યારે યુધિષ્ઠિરે કરેલું અને આ વ્રતના પ્રભાવે જ એમનો જય થયો.

વળી આ વ્રત કરનાર સદા સુાગણ રહે છે. આ વ્રત નિર્ધનનું ધન, વાંઝિયાને સંતાન આપનારું છે.’

આટલું કહીને શિવજી કૈલાસે ગયા. પવિત્ર શ્રાવણ માસ આવતા પતિ-પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી

ભાખરિયા સોમવારનું વ્રત કર્યું. કારતક સુદ ચૌદશે ઉજવણું કર્યું. આ વ્રતના પ્રભાવે પૂર્વજન્મના સર્વ પાપ બળી ગયા.

એજ રીતે નગરના રાજાને સપનું આવ્યું. સપનામાં શિવજીએ કહ્યું કે હે રાજા ! તારી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક જ્ઞાની પંડિત વસે છે. એને તું રાજપંડિત પદવી આપ.

રાજાએ બીજા દિવસે જ્ઞાનદત્તને દરબારમાં બોલાવી રાજપંડિતના આસને બેસાડ્યો. રહેલા મહેલ આપ્યો.

સેવા માટે ઘસઘસી આપ્યા. એક જ રાતમાં ગરીબ જ્ઞાનદત્ત સમૃદ્ધિવાન બની ગયો.

ભોળાનાથની કૃપાથી પતિ-પત્ની બંને સુખે રહેલા લાગ્યા. હે ભોળાનાથ ! તમે જેવા જ્ઞાનદત્તને ફળ્યા એવા ભાખરિયા સોમવારનું વ્રત કરનાર સૌને ફળજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *