સંકટહર ચોથ વ્રત કથા | Sankat Har Chauth Vrat Katha In Gujarati

સંકટહર ચોથ વ્રતની વિધી

પવિત્ર એવા શ્રાવણ મહિનાની વદ ચોથના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે સૂર્ય ઊગ્યાં પહેલાં સ્નાન વગેરેથી પરવારી દુઘળા દેવ ગણપતિનું સ્થાપન કરવું પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કર્યા બાદ સ્તુતિ કરવી.

આ વ્રત કરનારના સર્વ સંકટ ગણપતિ દૂર કરે છે અને તેને સુખ શાંતિ આપી તેનું કલ્યાણ કરે છે.

આ દિવસે એક ટાણું કરવું. એક ટાણું કરતાં પહેલાં વાર્તા સાંભળવી.

સંકટહર ચોથ વ્રત કથા/વાર્તા

ઈન્દ્રપુરી નગરનો રાજા ઈન્દ્રસેન મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુ:ખી થનારો હતો.

તેની રાણી ઈન્દુમતિ પણ એવી જ ધર્મ પરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા પત્ની હતી. અને તેથી જ પ્રજા આવા ધર્મિષ્ઠ રાજા-રાણીની હતી.

પૂજા કરતીઆવા ધર્મિષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યું. પડોશનો રાજા તેની આવી સુખ સમૃદ્ધિની ઈર્ષાથી સળગી ઉઠ્યો અને ઈન્દ્રપુરી પર તેણે ચડાઈ કરી.

એ ખૂબ જ બળવાન હતો અને તેથી જોતજોતામાં તેણે આખા મહેલને ઘેરી લીધો અને તેથી ઈન્દ્રસેન અને પત્ની ઇન્દુમતિ જીવ બચાવવા એક છુપા ભોંયરા વાટે થઈને અઘોર વનમાં ચાલ્યાં ગયા અને ત્યાં આગળ જંગલમાં એક ઘાસની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં.

આમ ભાગ્ય શંકતા જ રાજા ભિખારી બની જાય અને ભિખારી રાજા બની

જાય તે આનું નામ.

આવી પરિસ્થિતિમાં પણ રાજા-રાણી બંને ખુશ હતાં.

પ્રભુની ઈચ્છા જ બળવાન છે એવું માનીને તેઓ જીવનારા હતાં.

જંગલમાં ઘાસની ઝૂંપડી બાંધીને રહેતાં. વ્રત ઉપવાસ કરતાં અને પોતાના આંગણે આવેલાનો આદર સત્કાર કરતાં.

એક વખત અત્રિઋષિ ફરતાં ફરતાં ત્યાં આગળ આવી પહોંચ્યા.

આમ મહાજ્ઞાની ઋષિને પોતાના આંગણે પધારેલા જોઈને રાજાએ ઋષિને દર્ભનું આસન આપ્યું અને ત્યારબાદ પવિત્રજળ વડે ઋષિના ચરણ ધોઈ એ જળનું ચરણામૃત લીધું અને ફળાહાર કરાવ્યો.

પછી વંદન કરી અને ઊભા રહ્યાં. અત્રિઋષિ તો મહાજ્ઞાની હતાં.

રાજા-રાણીની અતિથ્ય ભાવનાથી તેઓ ઘણાં જ પ્રસન્ન થયાં અને રાજાને કહેવા લાગ્યાં.

હે રાજન !

પવિત્ર મહિનાની વદની જે ચોથ છે તેને સંકટ હર ચોથ કહેવામાં આવે છે.

એ દિવસે તમે વિઘ્ન હર્યાં શ્રી ગણપતિજીનું વ્રત કરો તો એ વ્રતના પ્રભાવે તમારું છીનવાઈ ગયેલુ રાજ્ય પાછું મળશે. અને તમારા પર ગણપતિજીની કૃપા થશે. તે દિવસે ગણપતિજીનું પૂજન કરવું.

લાલ કરણનાં પુષ્પો ધરવાં.

ધૂપ-દીપ કરીને પછી ગણપતિજીને લાડું અતિ પ્રિય હોવાથી તેમને લાડુંનું નૈવેદ્ય ધરવું.

અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ગણપતિજીની સ્તુતિ કરી શયન કરવું.

આ વ્રત કરનારના બધા જ સંકટ ગણપતિજી હરી લે છે.

રાજા ઈન્દ્રસેન અને રાણી ઈન્દુમતિએ આ વ્રત કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો.

તેથી થોડાંક જ સમયમાં તેમની પ્રજા રાજા ઈન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઈન્દ્રસેને પડોશી રાજાને હરાવી રાજ્ય પાછું મેળવ્યું અને ત્યારબાદ રાજા-રાણીએ બ્રાહ્મણોને જમાડીને વ્રતનું ઉજવણું કર્યું.

|| જય ગણપતિજી ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *