ગણેશ ચોથ વ્રત કથા (Ganesh Chauth)

2023 મા ગણેશ ચોથ ક્યારે આવ છે ?

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023

ગણેશ ચોથ વ્રતની વિધી

ભાદરવા મહિનાની સુદ ચોથ આ દિવસ ગણેશ ચતુર્થી.

ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખાય છે.

આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામથી મૂર્તિ બનાવવી. ફુલ, ચોખા, ધૂપ, દિપ અને નૈવેદ્ય ધરાવી.

ગણપતિજીનું પૂજન કરવું. નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે.

તેથી લાડુ બનાવી ધરાવવાના પછીથી પૂજન કરવાનું વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એકટાણું કરવાનું.

આખો દિવસ ભજન કિર્તનમાં પસાર કરવાનો.

ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાંચમ ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મોળું ભોજન લેવું.

બ્રાહ્મણોને દાન-દક્ષિણા શક્તિ-ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન કરવાનું.

ગણેશ ચોથ વ્રત કથા/વાર્તા

ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે.

રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે. રિઝે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે.

એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવાં છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં. પરંતુ લાડું રાખે.

એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતાં હતાં. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી…ખી…ખી…હસવા લાગ્યા, અને બોલ્યા,“વાહભાઈ વાહ !

મોટું પેટ અને લાંબી સૂંઢ” આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો. અને ફરીથી હસવા લાગ્યો.

પરંતુ ગણપતિ મહરાજ કાંઈ બોલ્યા નહીં.

અને આગળ ચાલવા લાગ્યાં તો તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો ને બોલ્યો, “એય દૂંદાળા દેવ !

આમ ઉંદરની સવારી એ ઠચૂક ઠચૂક જાવ છો તો ક્યારે કૈલાસ ઉપર પહોંચશો ? લ્યો…લ્યો કોઈ ઝડપી વાહન આપું ?” ગણપતિ આ વખતે પણ શાંત રહ્યાં.

ટીખળે ચઢેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિ હીન થઈને બોલ્યો, “બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું પરંતુ બોલતા પણ નથી.

તે શું મૂંગા પણ છો ?” આટલું સાંભળતાં જ ગણેશજીની આંખો તો લાલચોળ થઈ ગઈ. એમને થયું હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે. હવે તેને શિક્ષા કરવી જ પડશે.

આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, “હે ચંદ્ર !

તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે. પણ યાદ રાખ કે મારો તને શાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણે લોકમાં વરનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ અને કદાચ કોઈ જોઈ જશે તો કે મહા મુશ્કેલીઓમાં આવી પડશે.”

શાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું અ………..આતો મારાથી અવિવેક થઈ ગયો.

અભિમાનમાં ન અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહી.

તે કાંપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કાંઈ કહેવા જાય છે તો જુએ છે તો ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા હતાં.

ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો. પણ હવે થાય શું ? ચંદ્રને એવી ભોંઠપ લાગી તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો અને અચાનકઅંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ.

દેવો પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈને ભગવાન પાસે

ગયા કે,“મહારાજ ! ચંદ્રના શાપનું નિવારણ બતાવો.” ભગવાન કહે,“દેવતાઓ !

સાંભળો આ તો ગણેશજીનોશાપ છે. માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં.

માટે આપ સર્વે ગણપતિજી પાસે જાવ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું.

તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે.

સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની. જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી.

પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની. પછી તેનું પૂજન કરવાનું. લાડુનું નૈવેદ્ય ધરાવવાનું.

પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની એ દિવસે બ્રાહ્મણોને જમાડવા. દાન કરવું. આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે.

ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે.”

દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું.

વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના ઉપર પ્રસન્ન થયા.

ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી. ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરી કહ્યું,“હે ચંદ્ર !

તેં મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય પણ તે મારું વ્રત કર્યું છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. એને તેથી હું તને આપેલા શાપને હળવો બનાવું છું.

“આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્ર દર્શન કરશે તો તને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે.

પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિ પૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર પ્રસન્ન રહીશ.

અને તેના સંકટનું નિવારણ કરીશ.”

હૈ ગણપતિ મહારાજ ! આપનું વ્રત સાંભળનારને કથા આપ જેવા ફળ્યા તેવા આજે અમો બધાને ફળજો. કરનારને,

|| બોલો ગણપતિ મહારાજની જય ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *