અરૂંધતી વ્રત | Arundhati Vrat In Gujarati

અરૂંધતી વ્રત વિધી

મહર્ષિ વશિષ્ઠ સાધ્વી પત્ની અરૂંધતીએ આ વત કર્યું હતુ.

અને તે વ્રતના પ્રભાવે મહાદેવની માયાથી બચી ગયેલા.

તેથી ચૈત્ર માસની અજવાળી ત્રીજના દિવસે કરાતા આ વ્રતને અરૂંધતી વ્રત કહેવામાં આવે છે.

પ્રાતઃકાળે પવિત્ર થઈ બાજોઠ પર લાલ રંગનું કોરું વસ્ત્ર મૂકી અને તેના પર ચોળા મૂકવા.

સ્થાપનાની સિંદુર, કેસર, હળદર અને કાજળથી પૂજા કરવી. લોટાને કોરા લાલ વસ્ત્રમાં વીટી આરતી કરવી.

આ વ્રત શ્રદ્ધાથી કરનારને અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.

અરૂંધતી વ્રત/વાર્તા

મહપુર નામે એક નગરમાં ધનદેવ નામનો એક વિધુર બ્રાહ્મણ તેની શ્રદ્ધા નામની પુત્રી સાથે રહેતો હતો.

મા વિનાની દીકરીને તેણે ઘણાં જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી.

શ્રદ્ધા ઉંમર લાયક થતાં એક સારા મૂરતિયા સાથે તેને પરણાવી વિદાય કરી.

વિધિની ક્રૂરતાના કારણે શ્રદ્ધા સાસરે જતાં જ તેનો પતિ મૃત્યું પામ્યો.

અને આ સમાચાર જાણી ધનદેવ ખૂબ જ દુ:ખી થયો અને પોતાની વિધવા દીકરીને તેડવા ગયો પણ તેની પુત્રી શ્રદ્ધાએ પિયર આવવાની ના પાડી.

એ તો પોતાના પતિ પાછળ પોતાનો પ્રાણ ત્યાગવા ઈચ્છતી હતી.

તે તો રુદન કરતી પ્રાણનો ત્યાગ કરવા એ યમુના નદીના કાંઠે આવી અને સર્વેદેવોને યાદ કરી કહેવા લાગી,“હે દેવો પૂર્વ જનમમાં મેં એવાં તે કયા કર્મકર્યાં છે કે સાસરે આવતા જ હું વિધવા બની ?”

શ્રદ્ધાનો આ આર્તનાદ અવકાશમાં ફરતા શિવપાર્વતીએ સાંભળ્યો.

તેથી સતી પાર્વતી શ્રી ભગવાન શંકરને આ સ્ત્રીનો અપરાધ પૂછવા લાગ્યા, ત્યારે ભગવાન શંકર બોલ્યાં.

હે સતી પૂર્વ જન્મમાં આ સ્ત્રી બ્રાહ્મણ પુત્ર હતી. તેના લગ્ન એક ધર્મિષ્ઠ પતિવ્રતા અને ગુણવાન કન્યાની સાથે થયાં હતાં.

પરંતુ તે બ્રાહ્મણ યુવક તેની પતિવ્રતા પત્નીને ત્યજીને પરદેશા ચાલ્યો ગયો.

અને તેની પત્ની જીવનભર ઝુરતી ઝુરતી એને યાદ કરતી રહી.

પત્નીના મૃત્યુના સમાચાર બ્રાહ્મણ પુત્રને મળતા એના પશ્ચાતાપનો પાર ન રહ્યો. એણે પણ પત્નીના વિયોગમાં તરફડીને પોતાના દેહનો ત્યાગ કર્યો. પૂર્વ જન્મના પાપ તો દરેક જીવોએ ભાગવવા પ છે.

એ તો વિધિનું વિધાન છે. અને તેથી જ આ સ્ત્રી આ જન્મે એટલા માટે જ વૈધવ્ય પામી છે.

શ્રદ્ધાનાં કલ્પાંતથી દયાળુ પાર્વતીનું હૃદય પીગળી ગયું. સતીએ મહાદેવજીને આ સ્ત્રીના પાપ નિવારણનો ઉપાય પૂછયો ત્યારે ભગવાન શંકર બોલ્યા,“માદેવી !

અરૂંધતીના વ્રતનો જો આ સ્ત્રી સંકલ્પ કરે અને પૂર્ણ શ્રદ્ધાથી એ વ્રત કેર તો એના સાતેય ભવ સુખમાં જાય.”

પછી શિવજી પાસેથી વ્રતની વિધિ, ઉજવણું વગેરે જાણીને પાર્વતી સાધ્વી વેશે આક્રંદ કરતી શ્રદ્ધા પાસે આવ્યાં અને તેને અરૂંધતી વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું.

શ્રદ્ધા પોતાનો દેહ ત્યાગ કરવાના બદલે સાસારે ગઈ અને ચૈત્ર માસ આવતાં એણે ખૂબ જ દ્રઢ શ્રદ્ધાથી અરૂંધતી વ્રત કર્યું.

પરિણામે સાત ભવ સુધી તે અખંડ સૌભાગ્યને વરી. હે દેવી અરૂંધતી !

જેવાં શ્રદ્ધાને ફળ્યાં એવાં સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો.

|| જય અરૂંધતી દેવી ||

Similar Posts